કલોલમાં સાબરમતી ગેસ દ્વારા ગ્રાહકો પાસેથી વધુ નાણાં લેતા હોવાની ફરિયાદો ઉઠી

કલોલમાં સાબરમતી ગેસ દ્વારા ગ્રાહકો પાસેથી વધુ નાણાં લેતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. લોકડાઉન સમય દરમિયાન ગ્રાહકોને બિલો આપવામાં આવ્યા ન હતા અને તેમના બિલો તેમના ખાતામાં ઉધારી દેવાયા હતા. ત્યારબાદ રીડિંગ કરેલા બીલો વસૂલ કરાયા હતા અને બંધના બિલો મજરે આપવામાં ના આવ્યા હોવાની ફરિયાદો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કલોલમાં પાઇપલાઇન દ્વારા ગેસ પહોંચાડતી સાબરમતી ગેસ કંપની દ્વારા ગ્રાહકોને ખંખેરી લેવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
જેમાં લોકડાઉન દરમિયાન ગ્રાહકોના ખાતામાં બીલો બનાવીને ઉધારી દેવાયા હતા અને ત્યારબાદ આ બિલો મજરે આપવામાં આવ્યા નથી. કલોલમાં આવેલ સોપાન ફ્લેટમાં રહેતા જયેશભાઈ પટેલ કે જેઓ સાબરમતી ગેસનું કનેક્શન ધરાવે છે. તેઓએ લોકડાઉન દરમિયાન બંધ ના તેમના ખાતામાં 5 યુનિટના બિલ આપવામાં આવ્યા હતા. જે તેમણે ભરી દીધા હતા ત્યારબાદ તેમના મીટરનું રીડિંગ કરીને બિલો આપવામાં આવ્યા હતા. જેમાં આ 5 યુનિટના પૈસા મજરે અપાયા ન હતા, તેથી તેમણે સાબરમતી ગેસમાં અરજી કરીને અત્યાર સુધીમાં વસૂલ કરાયેલા ગેરકાયદેસર પૈસા પરત આપવાની માગણી કરી છે.
