PM નમોને સમર્પણના 20 વર્ષ નિમિત્તે શુભેચ્છા જીવનકવન રચના

PM નમોને સમર્પણના 20 વર્ષ નિમિત્તે શુભેચ્છા જીવનકવન રચના
Spread the love

|| ન. મો. ૨ાજકારણ : ૨૦-૨૦ ||

ભારત દેશે..ગુજરાત રાજ્યે :
વડનગર ની પાવન ધરા પર..
અવતયુઁ અલગ – અદભૂત એક બાળક !!
મગર સંગ..મસ્તી કરતું : તળાવે,
ભોળું થઈ મળતું ભોળાનાથ ને !
ભણતર સાથે હાથ બટાવતુ ઘરમાં.
ચા ની ચાહ , ને દોડતું રાહમાં..
ઉંમર નાની બુદ્ધિ બહું મોટી,
ઉછાળા મારતી અંદરથી કંઈક કહેતી.
વિચારે ચડતું હમેશાં આ બાળક..
વિચારના વિચરણે ચડતું.. કે,
હું બધા જેવું કે કંઈક જુદુ.. ?!
વિચાર વચ્ચે વિવાહ થયા..
ને બુદ્ધિ વિસ્ફોટ આ માનસમાં !!
શું સંસારી થઈ પૂરું કરવું ? જીવન કે..
કરી જાવું કંઈક બહેતર અન્ય થી.
નાની ઉંમરે ઘર ઉંબર છોડી,
ઘર સંસાર છોડી નીકળ્યું ભ્રમણે,,
રાષ્ટ્ર ભક્તિ નો નેજો પકડી,
રાષ્ટ્ર કુળ ની છત્રછાયા માં.
ગરવી કરી ગુજરાત – પંદરે,
ને પાંચે ભારત, મહાભારત.
ડંકો વગાડી વિશ્વમાં, માં ! ભારતીનો,
ચોગરદમ રક્ષ્યુ હિન્દુસ્તાન ને.
વીસ વર્ષની (યુવા) સમપિઁત કારકિર્દીમાં ‘શિલ્પી’,
રાજકારણના ઈ , નેતા – અભિનેતા જાણે.
ટ્વેન્ટી (૨૦) પૂરી થઈ કે શરૂ ?! હેં..!!!
ટ્વેન્ટી (૨૦) , ન. મો. આ રાજકારણે..?!

(કવિ) : પંકજ દરજી ‘શિલ્પી’

IMG-20201008-WA0032-2.jpg IMG-20201008-WA0029-1.jpg IMG-20201008-WA0053-0.jpg

Right Click Disabled!