સાબરકાંઠા જિલ્લાની સરકારી કચેરીઓમાં ‘સંવિધાન દિવસ’ ઉજવાયો

સાબરકાંઠા જિલ્લાની સરકારી કચેરીઓમાં ‘સંવિધાન દિવસ’ ઉજવાયો
Spread the love

સાબરકાંઠા જિલ્લામાં તા.૨૬ નવેમ્બરના દિવસે ‘સંવિધાન દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાની વિવિધ કચેરીઓમાં સંવિધાનના અમુખનું વાંચન કરવામાં આવ્યું હતું. જેમાં હિંમતનગર જિલ્લા પંચાયત, જિલ્લા તીજોરી કચેરી,નાયબ કલેક્ટર કચેરી ઇડર, તલોદ નગરપાલીકા જેવી સરકારી કચેરીઓમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે સંવિધાન દિવસની ઉજવાણી કરવામાં આવી હતી. ૭૧ વર્ષ અગાઉ ૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસે ભારતીય બંધારણનો સ્વિકાર થયો હતો.

આમ, આ દિવસને ‘ભારતીય સંવિધાન દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે. ૧૫ ઓગસ્ટ, ૨૬ જાન્યુઆરી જેમ જ ૨૬ નવેમ્બર પણ આપણા માટે અત્યંત વિશિષ્ટ મહત્વનું સ્થાન ધરાવે છે. ભારત દેશ જો એક ‘ધર્મ’ છે તો તેનો મુખ્ય ‘ધર્મગ્રંથ’ એટલે સંવિધાન. ભારતના બંધારણનો સ્વિકાર ભલે ૧૯૪૯માં થયો હોય પરંતુ આપણો દેશ અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્ત થશે ત્યારે બંધારણ અવશ્ય ઘડવું પડશે તેવો સૌપ્રથમ વિચાર સર માનવેન્દ્રનાથ રોયને ૧૯૩૦ના દાયકામાં આવ્યો હતો. કુલ ૨૫ ભાગમાં વહેંચાયેલું ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી વિસ્તૃત-લાંબુ છે.

બંધારણ સમિતિના અધ્યક્ષ ડો. ભીમરાવ આંબેડકર હતા. આ ખરડા સમિતિમાં એન. ગોપાલસ્વામી આયંગર, અલ્લાદી ક્રિષ્ણસ્વામી ઐયર, ટી.ક્રિષ્ણમાચારી, ગુજરાતના મહાન સાહિત્યકાર કનૈયાલાલ મુનશી, સૈયદ મોહમ્મદ સાદુલ્લા અને ટી. માધવરાયનો સમાવેશ થતો હતો. ભારતના બંધારણની અંગ્રેજી-હિંદીમાં લખાયેલી મૂળ નકલ સંસદની લાયબ્રેરીમાં ઉપલબ્ધ છે. બે વર્ષ, ૧૧ મહિના અને ૧8 દિવસ બાદ ભારતીય બંધારણનો અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરાયો હતો. આ ડ્રાફ્ટ તૈયાર થયા બાદ ચર્ચાનો દોર શરૂ થયો અને અંતિમ ઓપ આપતા અગાઉ તેમાંથી બે હજારથી વધુ સુધારા થયા હતા. ભારતીય બંધારણમાં અનેક દેશોના સંવિઘાનનું મિશ્રણ છે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20201126-WA0176-2.jpg IMG-20201126-WA0175-1.jpg IMG-20201126-WA0174-0.jpg

Right Click Disabled!