પરિપત્રના ધજાગરા ઉડાડી કાર્યક્રમ કરતા થરાદ GRYB નગરના સંયોજક

પરિપત્રના ધજાગરા ઉડાડી કાર્યક્રમ કરતા થરાદ GRYB નગરના સંયોજક
Spread the love
  • માસ્કના અભાવ સંદર્ભે મીડીયાએ ટેલીફોનીક ઈન્ટરવ્યુ આપવાનું કહેતા કર્યા ગલ્લા તલ્લા

વર્તમાન સમયમાં વૈશ્વિક મહામારીનો સમય ધમધમી રહ્યો હોઈ જીલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કરી સોશિયલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્ક પહેરવા સહિતની ગાઇડલાઇન જાહેર કરી હોવા છતાં કેટલાક મનસ્વી વર્તનના જવાબદાર કાર્યકરો નિયમોની ઐસી કી તૈસી કરી ઘોળીને પી રહ્યા છે, ત્યારે ભારત સરકાર દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ રાજય યુવક બોર્ડ થરાદ દ્વારા યોજાયેલ દરેક કાર્યક્રમોમાં રાજય યુવક બોર્ડ થરાદ નગરપાલિકાના સંયોજક શૈલેષભાઈ ચૌધરી જેઓ માસ્ક પહેર્યા વગર કાર્યક્રમો કરી પ્રસિદ્ધના કાર્યક્રમો યોજી રહ્યા હોઈ જીલ્લા કલેકટરે જાહેર કરેલ પરિપત્રના સરેઆમ ધજાગરા ઉડાડી રહ્યા છે.

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ થરાદ દ્વારા અગાઉ પહેલી રાખી દેશપ્રેમ કી કાર્યક્રમ બાદ દેશના પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે પ્રતિમા સ્થાપિત કાર્યક્રમમાં પ્રાન્ત અધિકારી, નેતાઓની ઉપસ્થિતિ હોવા છતાં માસ્ક પહેર્યા વગર નજરે પડી રહ્યા હોવાથી બીજાને પણ જોખમરૂપ સાબિત થઈ રહ્યા હોઈ યુવક બોર્ડ થરાદ નગરપાલિકાના સંયોજકની કામગીરી સામે અનેક સવાલો ઉઠવાની સાથે સાથે જીલ્લા કલેકટરના પરિપત્રની ઐસી કી તૈસી કરી નિયમો પર પાણી ફેરવી દેતા અનેક સવાલો ચર્ચાના ચકડોળે ચડયા છે.

માસ્કના અભાવે સંક્રમણ ફેલાશે તો જવાબદાર કોણ…?

  • નગરના સંયોજક પાસેથી માસ્ક ન પહેરવા બદલ પોલીસ દંડ વસૂલશે કે કેમ…? એ પ્રશ્ન બન્યો ચર્ચાસ્પદ

એકબાજું વૈશ્વિક મહામારી અટકાવવા માટે પોલીસ દ્વારા માસ્ક ન પહેરવા બદલ આમ જનતા પાસેથી ધારાધોરણ મુજબ દંડ વસૂલવામાં આવે છે પરંતુ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ થરાદ દ્વારા યોજાયેલ જાહેર કાર્યક્રમોમાં યુવક બોર્ડ થરાદ નગરપાલિકાના સંયોજક શૈલેષભાઈ ચૌધરી જેઓ માસ્ક પહેર્યા વગર કાર્યક્રમો કર્યા હોઈ પોલીસ તેમની પાસેથી દંડ વસૂલશે કે કેમ એવા અનેક સવાલો લોકોના મુખે ચર્ચાનો વિષય બની ગયો છે.

  • જાહેર કરેલ પરિપત્રના ધજાગરા ઉડાડતા નગરના સંયોજક સામે GRYB દ્વારા કોઈ પગલાં લેવાશે ખરાં…?

રાજય યુવક બોર્ડ થરાદ નગરના સંયોજક સરેઆમ પરિપત્રના ધજાગરા ઉડાડી રહ્યા હોઈ ગુરૂ બેઠો બેઠો ગોળ ખાતો હોય એ તેના શિષ્યને શું શિખામણ આપે તેવી કહેવત અહીં સાર્થક થતી જણાઈ આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે દરેક કાર્યક્રમોમાં થરાદ નગરના સંયોજકને માસ્કનો અભાવ વર્તાઈ રહ્યો હોઈ બનાસકાંઠા જીલ્લાના સંયોજક વિનોદભાઈ પટેલ સહિત ઉચ્ચ પદાધિકારીઓ યુવક બોર્ડ થરાદ નગરપાલિકાના સંયોજક શૈલેષભાઈ ચૌધરી સામે યોગ્ય પગલા ભરે છે કે કેમ…? કે પછી એમને પણ કોઈ રાજકીય પક્ષના લાગવગથી કાર્યવાહી કરવાની શરમ આવે છે એતો આવનારો સમય જ સાબિત કરશે.

રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ

IMG-20200923-WA0020-1.jpg IMG-20200923-WA0021-0.jpg

Right Click Disabled!