કોરોના કાળ : એક કપરી વેળા.. કપરો કાળ

કોરોના કાળ : એક કપરી વેળા.. કપરો કાળ
Spread the love

+ કોરોના કાળ / જીવ ની બાદબાકી +
***********************************
આ કોરોના કાળમાં..

સબંધ થયા સૌ…કોરા ! ને હૂંફ ગઈ છે,હાંફી !
કપરા આ કાળમાં જાણે, જીવની બાદબાકી !?

સંપકૅ સાથે , સબંધ પણ..,આવી ગયા નેટમાં,
લગન-કથા-બેસણાં ! હવે ઑનલાઇન ચેટમાં.

વ્યવહાર બન્યો વહેવાર , બધું વિના સંપકૅમાં,
ફી- શિખ -બિલ બધું,કેશલેસ : ટ્રાન્ઝેક્શનમાં.

હરુભરુ ને રુબરુ ! મળવું : ગયું ગત કાળમાં,
વગર જોયે- વગર મળે સાચવો સબંધ નેટમાં.

મનને મનાવી લો ! એકલા છો ! જીવનવાટમાં,
છેવટ , તારું કમઁ જ, આવશે ‘શિલ્પી’ સાથમાં.

***********************************
|| આભાર : વંદન ||
***********************************

કવિ પંકજ દરજી *શિલ્પી*

IMG-20201010-WA0016-1.jpg IMG_20200419_180354-0.jpg

Right Click Disabled!