ગુજરાતમાં કોરોના બેફામ, 22 દિવસ પછી 315 નવા કેસ

ગુજરાતમાં કોરોના બેફામ, 22 દિવસ પછી 315 નવા કેસ
Spread the love
  • ગુજરાત આવનારાનું મહારાષ્ટ્ર, મપ્રની બોર્ડર પર સ્ક્રીનિંગ થશે
  • શહેરોમાં ચૂંટણીમાં બંધ થયેલા ટેસ્ટિંગ ડોમ ફરી ઉભા કરાયા
  • ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળાં…

રાજ્યની 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદાનની પૂર્ણાહુતિ સાથે કોરોનાના કેસ પણ વધવાનું શરૂ થયું છે. સોમવારે રાજ્યમાં નવા કેસનો આંકડો 300 પાર કરી 315 પર પહોંચી ગયો હતો. પરિણામે રાજ્ય સરકારે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશથી આવતા લોકોનું સઘન ચેકિંગ શરૂ કર્યું છે. એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર પણ તકેદારી વધારવામાં આવી છે.

સોમવારના 315 કેસ સાથે કુલ કેસનો આંકડો 2,67,419 પર પહોંચ્યો છે. 1 વ્યક્તિના મોત સાથે કુલ મૃત્યુઆંક 4,406 થયો છે. સોમવારે 272 વ્યક્તિ સાજા થવાની સાથે સાજા થનારા દર્દીની સંખ્યા 2,61,281 થઈ છે. કોરોનાના કેસ વધવાને કારણે અમદાવાદ શહેરમાં અનેક ઠેકાણે ફરી ટેસ્ટિંગ ડોમ શરૂ કરાયા છે. અમદાવાદમાં 3 વિસ્તારના 27 મકાનો માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાં મૂકાયા છે.

IMG-20210223-WA0044.jpg

Right Click Disabled!