કડીની ભાગ્યોદય હોસ્પીટલમાં કોરોના વેક્સિનેશનનો પ્રારંભ કરાયો

કડી : કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં કડી ધારાસભ્ય કરશનભાઇ સોલંકીની ઉપસ્થિતિ માં કોરોના વેકસીનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં કોરોના ફ્રન્ટલાઈન વોરિયરોને કોરોના વેકસીન આપી શરૂઆત કરવામાં આવી હતી. કડી ખાતે કોરોના વેકસીન આપવામાં આવી હતી. જેમાં 100 કોરોના વોરિયસ અને જનરલ લોકોને આપી શુભ શરૂઆત કરાઈ. અને ભાગ્યોદય હોસ્પિટલ દ્વારા સુંદર ડેકોરેશન વ્યવસ્થા કરવામાં આવી હતી.
ભાગ્યોદય હોસ્પિટલ નાં જનરલ મેનેજર કૃપાબેન રાવલ અને એમની ટીમ દ્વારા ખૂબ જ મહેનત કાર્યક્રમને સફળ બનાવવા માટે કરી હતી આ કાર્યક્રમમાં મહેસાણા જીલ્લા મહામંત્રી શૈલેષભાઇ પટેલ, કડી એપીએમસી ચેરમેન વિનોદભાઇ, પટેલ કડી તાલુકા પ્રમુખ અશ્વિનભાઇ પટેલ,ભાગ્યોદય હોસ્પિટલના ટ્રસ્ટી દિલીપભાઈ પટેલ,કડી તાલુકા હેલ્થ ઓફીસર કોકીલાબેન સોલંકી,ડોક્ટર ભાવેશ પટેલ વિગેરે લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
