કોરોના હારશે જૂનાગઢ જીતશે કોવિડ-19 અન્વયે લોકજાગૃતિ અભિયાન

કોરોના હારશે જૂનાગઢ જીતશે કોવિડ-19 અન્વયે લોકજાગૃતિ અભિયાન
Spread the love

જૂનાગઢ. : હાલ કોરોનાને નાથવા માટે એકમાત્ર ઉપાય હોય તો તે છે કોવિડ-૧૯ની માર્ગદર્શીકાનું પાલન કરવું.કોવિડ-૧૯ અન્વયે લોકજાગૃતિ વધે એ માટે પ્રધાનમંત્રીશ્રી દ્રારા જન આંદોલન અભિયાનની પહેલ કરવામાં આવી છે. આ જન આંદોલન અભિયાન ના ભાગરૂપે આજ રોજ કોવિડ-૧૯ની જાગૃતિ માટેની પ્રતિજ્ઞા-શપથ કલેક્ટર કચેરી ખાતે લેવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રીશ્રી દ્રારા શરૂ કરવામાં આવેલ જન આંદોલન અભિયાનની પહેલમાં જૂનાગઢ જિલ્લાના કલેક્ટરશ્રી, કમિશ્નરશ્રી, અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયતના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રી ઓ સહભાગી બન્યા હતા. તેમજ શપથ પ્રતિજ્ઞાનું વાંચન કરવામાં આવ્યું હતું. તેમજ સરદાર બાગ સ્થિત બહુમાળી ભવન પાસે જૂનાગઢ જિલ્લા માહિતી કચેરી ના અધિકારીશ્રી, કર્મચારીઓ દ્રારા પણ શપથનું વાંચન કરવામાં આવ્યું હતું.

કલેક્ટર કચેરી આયોજિત કાર્યક્રમમાં અધિકારી-કર્મચારીઓને માસ્ક પહેર્યા વિના બહાર નહીં નીકળવાની, વ્યકિતઓ વચ્ચે ૬ ફુટ અંતર રાખવાની, વારંવાર સાબુથી હાથ ધોઇને સેનેટાઇઝ કરવાની, આયુષની ઉપચાર પદ્ધતિ અપનાવવાની, યોગ કરવાની, પરિવારની કાળજી લેવાની પ્રતિજ્ઞામાં લેવડાવામાં આવી હતી.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

1602769557317_1602769551694_shapath.jpg

Right Click Disabled!