વડોદરામાં નકલી બીડી બનાવવાની ફેક્ટરી ઝડપાઇ

વડોદરામાં નકલી બીડી બનાવવાની ફેક્ટરી ઝડપાઇ
Spread the love

સાવલી તાલુકાના સમલાયા ગામની સીમમાં એક ફાર્મમાં બનાવેલા શેડમાં નકલી બીડી બનાવવાની મિનિ ફેક્ટરી પોલીસે ઝડપી પાડી રાજસ્થાનના એક શખ્સ સહિત બે વ્યક્તિની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમલાયા ગામની સીમમાં કેઇસી કંપનીની બાજુમાં હાલોલમાં રહેતા જયદીપ પટેલના ફાર્મમાં બનાવેલા નાના એક શેડમાં વિવિધ બ્રાંડની નકલી બીડીઓ બનાવવામાં આવે છે.

તેવી બાતમીના આધારે જિલ્લા એસઓજી સ્ટાફે દરોડો પાડી તપાસ કરતા રાજકમલ, સ્પેશિયલ ટેલિફોન, દેસાઇ, લંગર કંપનીની બીડીઓના પેકેટો લેબલો, અલગ અલગ માર્કાના સિક્કા તેમજ લેબલ વગરની બીડીઓ ભરેલા બોક્સો મળ્યા હતા. આ ઉપરાંત નકલી બીડી બનાવવા માટે બે લાકડાના સ્ટેન્ડ, કાતરો, ચપ્પા, સેલોટેપના બંડલો પણ શેડમાં જણાયા હતાં.

શેડમાં હાજર ઇશ્વર દોલજી પુરોહિત (રહે.રાઘેશ્યામ સોસાયટી, સ્ટેશન રોડ, સાવલી, મૂળ રાજસ્થાન) અને રંગુ રઈજી પઢીયાર રહે.ઇન્દિરા કોલોની, અમારા ગામ, આંકલાવ મળતા બંનેની પૂછપરછ કરતા ઇશ્વર નકલી બીડી બનાવતો હતો તેમજ રંગુ મજૂરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે શેડમાંથી ૩.૮૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે રાજસ્થાનનો મૂળ રહેવાસી ઇશ્વર વર્ષ-૨૦૧૮માં પણ નકલી બીડી બનાવતા સાવલીમાં ઝડપાતા તેની સામે ગુનો દાખલ થયો હતો.

photo_1600707283118.jpg

Right Click Disabled!