સુરતમાં કપલ બોક્સ બંધ કરાવવા આદેશ અપાયા

સુરતમાં કપલ બોક્સ બંધ કરાવવા આદેશ અપાયા
Spread the love

સુરત રેશમા સર્કલ પાસે આવેલા એક શોપિંગ નવા દૂષણને ડામવા પાલિકા પણ નજર રાખી કાર્યવાહી કરશે દરવાજો લોક કરી યુગલોના ઉપયોગમાં આવી રહેલા કપલ બોક્સ નિયમની અવગણના બરાબર છે તેવી દાદ રજૂ કરી શહેર પોલીસ કમિ. અજય તોમરે આ બદીને ડામવાના આદેશ સાથે શહેરના તમામ પીઆઈને સુચના આપી છે.

તેવી જ રીતે પાલિકા કમિશનર પાનીએ પણ ગુમાસ્તા રેકર્ડ ઉપર એક પણ કપલ બોક્સની નોંધ નહીં હોવાના દાવા સાથે પાલિકા કમિશને રેટમાં આ પ્રવૃત્તિ આવતી ન હોવા છતા આ અંગે તકેદારી રાખવાની વાત કરી છે. કુમળી વયના પ્રેમી પંખીડા પ્રાયવેસી શોધવા કપલ બોક્સના જોખમી એકાંતના લીધે વેસ્ટર્ન કલ્ચરના રવાડે ચઢ્યા હોવાની ગંભીરતાએ વડિલોએ પણ સંસ્કૃતિની હત્યાએ મોર્ડન યુગ ન જોઇતું હોવાનો રાગ આલાપ્યો છે.

શહેરના સભ્ય સમાજ સહિત મહિલા સંગઠનોએ દીકરીઓની લાજ જાળવી રાખવા આવા અપારદર્શક બોક્સના ધંધા ઉપર નિયમની લગામ કસવા માંગ કરી હતી. વેસ્ટર્ન કલ્ચર સમાન કપલ બોક્સ અંગે શહેરના પાલિકા તેમજ પોલીસ કમિશનરે મંતવ્યો રજૂ કર્યાં હતા. બંધ બોક્સવાળા કેફેને ગુમાસ્તાની મંજૂરી નથી કપલ બોક્સ ગુમાસ્તા ધારા હેઠળ ન હોય આ કામગીરી પાલિકા દાયરામાં આવતી નથી. શહેરમાં આવી પ્રવૃત્તિને બળ‌ ન મળે તે માટે સ્ટાફને તકેદારી રાખવા સુચના અપાશે.

50_1611368175.jpg

Right Click Disabled!