બગોદરા ધંધુકા હાઇવે પર અકસ્માતમાં દંપતીનું મોત

બગોદરા ધંધુકા હાઇવે પર અકસ્માતમાં દંપતીનું મોત
Spread the love

બાવળા: બગોદરા ધંધુકા રોડ પર આવેલ ધીંગડા ગામ પાસે GJ-12-Z-2031 નંબરનું ટ્રેલર પૂર ઝડપે ગફલત ભરી રીતે ચલાવી રહ્યો હતો તેની આગળ જઈ રહેલા સ્પ્લેન્ડર બાઈક નંબર GJ-01-NX-9216 ને ટક્કર મારી તેની ઉપર સવાર દંપતીને કચડી અંદાજે ૪૦૦ મીટર સુધી ઘસડ્યા હતા ત્યારબાદ ઘટનાસ્થળે જ તે બંનેનું મોત નીપજ્યું હતું.

અકસ્માતમાં મૃત્યુ પામનાર દંપતી સરખેજ થી બોટાદ તરફ જઈ રહ્યા હતા તેમનું નામ હિતેશ ભાઈ રામજીભાઈ હળવદિયા (પ્રજાપતિ) અને નીતાબેન હિતેશભાઈ હળવદિયા (પ્રજાપતિ) હતું. તે બોટાદના રહેવાસી હતા. ઘટનાની જાણ થતા બગોદરા પોલીસ ઘટના સ્થળે જઇ ઘટના સ્થળે થી લાશને બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : ગોહેલ સોહીલ કુમાર

IMG-20201014-WA0159-2.jpg IMG-20201014-WA0160-1.jpg IMG-20201014-WA0252-0.jpg

Right Click Disabled!