બાળકનો કબ્જો માતાને સોંપવાનો અદાલતનો ઇન્કાર

બાળકનો કબ્જો માતાને સોંપવાનો અદાલતનો ઇન્કાર
Spread the love
  • માતાની અરજી કાયદા મુજબ ન હોય કોર્ટે ફગાવી

જીવાપર માં રહેતા કિરણભાઇ દયાળજીભાઈ પરમારના લગ્ન પાર્વતીબેન સાથે થયા હતા. લગ્ન જીવન દરમ્યાન બાળકનો જન્મ થયો હતો. પતિ કિરણભાઈનું અવસાન થતાં પાર્વતીબેન તેણીના માવતરે જતા રહ્યા હતા અને પાંચ વર્ષના પુત્ર ભવ્યનો કબજો પોતાના સાસરા પક્ષ પાસેથી મેળવવા જામનગરની કોર્ટમાં કેસ કર્યો હતો. જે ચાલી જતાં માતા તરફે રોકાયેલા વકીલો પિતા ગુજરી ગયા બાદ માતા પ્રથમ વાલી ગણાય તેવી રજૂઆત કરી હતી. જેની સામે બાળકોને કાકા તરફે રોકાયેલા વકીલો રજૂઆત કરી હતી કે માતાની અરજી કાયદા મુજબ ન હોય બાળકનો કબજો દાદી તથા કાકા પાસે હોય તો ગેરકાયદે અટકાયત ન કહેવાય. જે ધ્યાને લઇ અદાલતે સગીર બાળકનો કબજો માતાને સોંપવાનો ઇન્કાર કરી માતાની અરજી ફગાવી દીધી હતી.

– રોહિત મેરાણી (જામનગર)

images-1-10.jpeg

Right Click Disabled!