ધ્રોલ સરકારી હોસ્પિટલમાં તોડફોડ મામલે ધારાસભ્ય સહિત ૫ને કોર્ટે સજા ફટકારી

ધ્રોલ સરકારી હોસ્પિટલમાં તોડફોડ મામલે ધારાસભ્ય સહિત ૫ને કોર્ટે સજા ફટકારી
Spread the love
  • ૨૦૦૭માં હોસ્પિટલમાં સુવિધાઓ મામલે સંકુલમાં તોડફોડ થઇ હતી

જામનગરના ધ્રોલમાં વર્ષ ૨૦૦૭માં કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય અને સરકારી હોસ્પિટલની સુવિધા બાબતે રેલી કાઢી આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. દરમિયાન સંકુલમાં હંગામા બાદ તોડફોડ થતાં ધારાસભ્ય સહિત આઠ સામે ગુનો નોંધાયો હતો. જેની ધ્રોલ કોર્ટમાં મંગળવારે થયેલી સુનાવણીમાં હાલના ભાજપના ધારાસભ્ય સહિત પાંચને ૬ મહિનાની સજા અને ૧૦ હજારનો દંડ ફટકારતો હુકમ કોર્ટ કર્યો છે.

ધ્રોલમાં વર્ષ ૨૦૦૭માં કોંગ્રેસના તત્કાલિન ધારાસભ્ય અને હાલના ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલ તેમજ ટેકેદારો સહિત હોસ્પિટલમાં સુવિધા મુદ્દે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જે સમયે હોસ્પિટલમાં તોડફોડ થતા આઠ સામે ગુનો દાખલ થયો હતો. જે કેસ ચાલી જતા ૩ નિર્દોષ છૂટી ગયા હતા. અગાઉ આ કેસ પરત ખેંચવા એપીપી દ્વારા કાર્યવાહી કરાઇ હતી.

પરંતુ કોર્ટ દ્વારા ધારાસભ્યો, સાંસદો સામેના કેસ ઝડપભેર ચલાવવા હુકમ કરતા ધ્રોલનો કેસ ૧૨ વર્ષ ચાલ્યા બાદ અદાલત સમક્ષ પેન્ડિંગ ફોજદારી કેસ નં.૧૨૮/૨૦૦૮ વિડ્રો કરવા પરવાનગી માંગતી અરજી નામદાર ધ્રોલ દ્વારા નામંજૂર કરાઇ હતી. મંગળવારે ધ્રોલ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાલના ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલ, જીતુ શ્રીમાળી, કરણસિંહ જાડેજા, જયેશ ભટ્ટ, નરેન્દ્રસિંહ જાડેજા સહિત પાંચને કોર્ટે છ માસની સજા, ૧૦ હજારનો દંડ ફટકારવાનો હુકમ કર્યો છે. હાલ તમામ પાંચેય જામીન મુક્ત થયા હતા.

– રોહિત મેરાણી (જામનગર)

Court-1.jpg

Right Click Disabled!