કોંગ્રેસમાં ભંગાણ : ગઢડામાં કોંગ્રેસના 2 નેતાએ ભાજપનો ખેસ પહેર્યો

કોંગ્રેસમાં ભંગાણ : ગઢડામાં કોંગ્રેસના 2 નેતાએ ભાજપનો ખેસ પહેર્યો
Spread the love

ભાવનગરના ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા જ તોડજોડની નીતિ શરૂ થઈ ગઈ છે. હાલ પેટા ચૂંટણીના પ્રચાર પ્રસારના પડઘમ ચાલુ છે. તેવા સંજોગોમાં કોંગ્રેસના મોટા ગજાના બે નેતાઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. ભાવનગરના ભાણજીભાઓ સોસા કે જેઓ બી.જે સોસા તરીકે ઓળખાય છે અને તેઓ કેડરના અધિકારી પણ રહી ચૂકયાં છે. તેમણે ધોળા ખાતે ભાજપ કાર્યાલયના ઉદઘાટન સમયે ગોરધન ઝડફિયાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.

સાથે જ જિલ્લા મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભારતીબેન પણ ભાજપનમાં જોડાયા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનહર પટેલે પ્રતિક્રિયા આપતા રહ્યું કે ભાજપે આર્થિક લેવડ-દેવડ કરી હોય તેવું લાગે છે. અમે બી.જે.સોસાને માન સન્માન આપતા હતા. પરંતુ હવે તેવો ભાજપમાં ભળી ગયા છે. જનતાએ પક્ષપલટુ ધારાસભ્યોની જેમ આગેવાનોને પણ ન સ્વીકારવા જોઈએ.કોંગ્રેસના 2 નેતાએ કેસરિયો ધારણ કર્યો મહત્વનું છે કે બી.જે સોસા ગઢડા બેઠક માટે કોંગ્રેસમાં પ્રથમ હરોળના દાવેદાર હતા અને તેમને કોંગ્રેસની ટિકિટ ન મળતાં તેમણે ભાજપનો ખેસ ધારણ કરી લીધો હોવાની ચર્ચા જાગી છે.

આ સાથે જ ભાવનગરના જિલ્લા મહિલા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અને સૌરાષ્ટ્રના હાલના મહિલા સેલના ભારતીબેન ભીંગરાડિયાએ પણ આજે ભાજપનો ખેસ ધારણ કરી દીધો છે.ગઢડા પેટાચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રવકતા મનહર પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર પ્રહાર કર્યા હતાં. મનહર પટેલે કહ્યું કે કોંગ્રેસના 8 ધારાસભ્યો કરોડો રૂપિયા લઈ પાર્ટી બદલી કરી ભાજપમાં ભળ્યા છે. ત્યારે ભાજપ આ વાતને સ્વીકાર કરતું નથી. પરંતુ ભાજપ જો કોંગ્રેસને 15 કરોડ રૂપિયા આપે તો અમે પણ ભાજપના ધારાસભ્યને ફેરવી નાખીએ. સાથે જ કહ્યું હતું કે 25 વર્ષથી ગઢડામાં ભાજપનું શાસન હોવા છતા વિકાસ નથી થયો.

16-8-960x640.jpg

Right Click Disabled!