જામનગરમાં ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

જામનગરમાં ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
Spread the love
  • રોકડ, મોબાઇલ કબ્જે, બેની શોધખોળ

જામનગરમાં એલસીબીના પીઆઇ. કે.જી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના પી.એસ.આઇ. એ.એસ.ગરચર અને ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસ ટુકડીને જનતા ફાટક નજીક એમ્યુઝમેન્ટ પાર્ક જતા રોડ પર બેકરી શોપ નજીક એક શખ્સ મોબાઇલ પર ક્રિકેટનો સટ્ટો રમી રહ્યો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ટુકડી ધસી ગઇ હતી. પોલીસને હિતેશ નામનો શખ્સ જુગાર રમતો માલુમ પડયો હતો. આથી પોલીસે હિતેશ દિલીપભાઈ દંતાણીને પકડી પાડી રૂ.૧૨,૨૧૦ની રોકડ, મોબાઇલ સહિત રૂ.૧૩,૨૧૦ની મતા કબજે કરી છે. વધુ 2 શખ્સોની સંડોવણી ખુલતા શોધખોળ હાથ ધરી છે.

– રોહિત મેરાણી (જામનગર)

images-2-7.jpeg

Right Click Disabled!