જૂનાગઢ પોલીસે વડાપ્રધાનની ગરિમાને નુકસાન કરનાર પકડાયેલ 9 પૈકી 6 આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ

જૂનાગઢ પોલીસે વડાપ્રધાનની ગરિમાને નુકસાન કરનાર પકડાયેલ 9 પૈકી 6 આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ
Spread the love

જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી.શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટ નો ઉપયોગ કરવા જિલ્લાના તમામ થાણા અમલદારોને ખાસ સુચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.જી.ચૌધરી પો.સ.ઇ. વી.યુ.સોલંકી, હે.કો. રવિરાજસિંહ, વિકાસભાઈ, મોહસીનભાઇ, પો.કો. વિક્રમસિંહ, વનરાજસિંહ, અનકભાઈ, સહિતના પોલીસ સ્ટાફ દ્વારા જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં વડાપ્રધાનની ગરિમાને નુકશાન કરવાના કેસમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ પોકેટ કોપ એપ્લિકેશનનો તપાસમાં ઉપયોગ કરવામાં આવેલ હતો. તાજેતરમાં જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આંબેડકર નગરમાં ઝૂપડપટ્ટી રેગ્યુલરાઈઝ કરવાના આંદોલન સમયે દેશના વડાપ્રધાનની ગરિમાને લાંછન લાગે તેવા કૃત્ય કરવાના નોંધાયેલ ગુન્હામાં સંડોવાયેલ તમામ આરોપીઓ બાબતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.જી.ચૌધરી, પો.સ.ઇ. વી.યુ.સોલંકી, હે.કો. રવિરાજસિંહ, વિકાસભાઈ, મોહસીનભાઇ, પો.કો. વિક્રમસિંહ, વનરાજસિંહ, અનકભાઈ, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલ નવ આરોપીઓ પૈકી 06 આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ જાણવા મળેલ હતો.

આ ગુન્હામાં કુલ 09 આરોપીઓ પકડાયેલ તે પૈકી આરોપી ધર્મેશ ઉર્ફે ધમો લાખાભાઈ પરમાર 2014 થી આજદિન સુધી જૂનાગઢ શહેરના એ, બી અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાયોટિંગ, અપહરણ, આર્મ્સ એકટ, ધાક ધમકી આપવાના, જાહેરનામા ભંગના, કુલ 08 જેટલા ગુન્હાઓમાં, આરોપી નિલેશ દેવજીભાઈ વારંગીયા 2016 થી આજ દિન સુધી નવા બંદર મરીન ગીર સોમનાથ જિલ્લો, વંથલી, એ ડિવિઝન જૂનાગઢ, મહિલા પોલીસ સ્ટેશન સહિતના પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબિશન, હથિયાર બંધી જાહેરનામા ભંગ, પત્નીને ત્રાસ આપવાના, જુગાર ધારાના, લોક ડાઉન ભંગના, મારામારીના સહિત 08 ગુન્હાઓમાં પકડાયેલ આંતર જિલ્લા ગુન્હેગાર, આરોપી કિશોર ભીખાભાઇ વાળા જૂનાગઢ શહેરના એ ડિવિઝન, સી ડિવિઝન, પોરબંદર જિલ્લાના કુતિયાણા પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબિશન, જુગાર, મારામારી, ધાક ધમકી આપવાના તેમજ ચોરીના કુલ 06 જેટલા ગુન્હાઓમાં પકડાયેલ આંતર જિલ્લા ગુન્હેગાર, આરોપી મહેશ નાગજીભાઈ પારધી એ ડિવિઝનના જુગાર ધારાના 01 કેસમાં, આરોપી જલ્પેશ ગણેશભાઈ પરમાર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા તથા લોક ડાઉન ભંગના 02 ગુન્હાઓમાં તેમજ આરોપી ધર્મેશ ઉર્ફે બુઘો જાદવભાઈ પરમાર પણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દારૂ પી ને વાહન ચલાવવાના 01 ગુન્હામાં પકડાયેલ હોવાની વિગતો ઉપરાંત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અટકાયતી પગલાં પણ લેવામાં આવેલ હોવાની માહિતી પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતી.

આમ, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વડાપ્રધાનની ગરિમાને નુકશાન કરવાના ગુન્હામાં પકડાયેલ કુલ 06 આરોપીનો પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા સર્ચ કરવામાં આવતા, પોકેટ કોપ એપ્લિકેશન આરોપીઓની પોલ ખોલી નાખતા, આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ જાણવા મળેલ છે. હાલમાં ઉપરોક્ત તમામ આરોપીઓ જેલ હવાલે હોઈ, પોકેટ કોપ એપ્લિકેશન તથા ઇ ગુજકોપ આધારે મેળવેલ ગુન્હાહિત ઇતિહાસ આધારે તેઓને નામદાર સેસંશ કોર્ટમાં જામીન ના મળે તે માટે રજુઆત કરી, કાર્યવાહી કરવામાં આવનાર છે. આમ, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા ગુન્હાઓમાં પકડાયેલ આરોપીના ગુન્હાહિત ઇતિહાસ બાબતે *વિગતો આંગળીના ટેરવે હાથ લાગતાં, પોકેટ કોપ એપ્લિકેશન પોલીસ માટે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થયેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

IMG-20200923-WA0015.jpg

Right Click Disabled!