ડભોઇ પોલીસે સિતપુર વસાહતથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

પોલીસ મહાનિરક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ ,પોલીસ અધિક્ષક શ્રી સુધીર દેસાઈ ની સૂચના તથા ડી.વાય.એસ.પી શ્રી કે.વી.સોલંકી ના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિઓ નેસ્ત નાબૂદ કરવા સૂચના અને માર્ગદર્શન આધારે ડભોઇ પોલીસ સ્ટેશન ના પી.આઈ જે.એમ.વાઘેલા ને બાતમી મળી હતી કે સિતપુર વસાહત માં રહેતા મુકેશભાઈ દામનભાઈ વસાવા ભારતીય બનાવતનો વિદેશી દારૂ બહારથી મંગાવી વિદેશી દારૂનો ધંધો કરે છે.
જે અંગે ની ચોક્કસ માહિતી ના આધારે પોલીસ સ્ટાફના માણસો તથા બે પંચોના સાથે બાતમી ની હકિકત વાળી જગ્યા એ રેડ કરતા મુકેસભાઈ વસાવા ના ખુલ્લા મકાનમાં તપાસ કરતા ભારતિય બનાવટ નો વિદેશી દારૂ પ્લાસ્ટિક ની બોટલ તથા બિયર ના ટીન મળી કુલ નંગ ૮૬ કિંમત રૂપિયા ૩૪,૫૮૦ નો ગેરકાયદેસર મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ ડભોઇ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીસનના ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
