ડભોઇ : ધર્મપુરીના મહિલા તલાટી વિરુદ્ધ ગ્રામજનોએ TDOને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો

ડભોઇ : ધર્મપુરીના મહિલા તલાટી વિરુદ્ધ ગ્રામજનોએ TDOને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો
Spread the love

ડભોઇ તાલુકા માં આવેલ ધર્મપુરી ગામ માં મહિલા તલાટી વિરુદ્ધ ગ્રામજનો એ બાયો ચડાવી છે.ગ્રામજનો ના કેહવા મુજબ મહિલા તલાટી ક્યારેય નિયમિત આવતા નથી અને સરકારી કામ યોગ્ય રીતે ન કરતા હોવાના આક્ષેપ સાથે તેઓ વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરી હતી.આ સાથે જ મહિલા તલાટી વિરુદ્ધ કડક પગલાં લેવા રજુઆત કરી હતી અને જો તાલુકા પંચાયત કાર્યવાહી નહિ કરે તો ગ્રામજનો દ્વારા તાળાંબંધી ની ચીમકી ઉચ્ચાંરી હતી.મળતી માહિતી મુજબ ધર્મપુરી ગામમાં આરતીબેન પંચાલ મહિલા તલાટી તરીકે ની ફરજ બજાવે છે.

ગ્રામજનો ના કેહવા મુજબ તેઓ પોતાની ફરજ પર નિયમિત આવતા નથી ઉપરાંત ગ્રામજનો જન્મ,મરણ ના દાખલા ની જરૂર પડે છે ત્યારે તથા અન્ય કોઈ સરકારી કામ હોય છે ત્યારે મહિલા તલાટી દ્વારા ખોટા ધક્કા ખવડાવી ને ગ્રામજનો ને હેરાન કરવામાં આવે છે અને જો કોઈ તેઓને આ અંગે સવાલ કરે તો ઉદ્ધતાઈ ભર્યું વર્તન પણ મહિલા તલાટી દ્વારા કરવામાં આવે છે.મહિલા તલાટી ના ત્રાસ થી હેરાન પરેશાન થઈ ગ્રામજનો મોટી સંખ્યા માં એકત્રિત થઇ મહિલા તલાટી વિરુદ્ધ સુત્રોચ્ચાંર કરી અને તાલુકા વિકાસ અધિકારી ને મહિલા તલાટી વિરુદ્ધ આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી હતી.

IMG-20200922-WA0012.jpg

Right Click Disabled!