તેલંગણા-આંધ્રમાં આભ ફાટયું : 30ના મોત

તેલંગણા-આંધ્રમાં આભ ફાટયું : 30ના મોત
Spread the love

હૈદરાબાદ વરસાદ આધારિત ઘટનાઓમાં તેલંગણાના હૈદરાબાદમાં ૨૦ અને આંધ્ર પ્રદેશમાં ૧૦ લોકોના મોત થયા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હૈદરાબાદમાં એક જ દિવસમાં ૧૯૨ મિમી વરસાદ નોંધાયો છે. જે છેલ્લા ૧૦૦ વર્ષોમાં ઓક્ટોબરમાં પડેલા વરસાદ કરતા સૌૈથી વધારે છે. ભારે વરસાદને પગલે હૈદરાબાદના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતાં. જેના કારણે અનેક મકાનો અને વાહનો પાણીમાં ડૂબી ગયા હતાં. અનેક રસ્તાઓમાં પણ પાણી ભરાઇ જવાના કારણે વાહનોચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.

આગામી બે દિવસ હજુ પણ ભારે વરસદની શક્યતા હોવાથી લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ઘરમાં જ રહે. શમશાબાદના ગગનપહાડ વિસ્તારમાં એક મકાન તૂટી પડતા એક બાળક સહિત એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (જીએચએમસી)ના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો અને રોડ પર પાણી ભરાઇ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. તેલંગણાના મુખ્ય સચિવ સોમેશકુમારે તમામ જિલ્લાઓના અધિકારીઓને હાઇએલર્ટ રહેવા આદેશ આપ્યો છે.

પોલીસ, ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ(ડીઆરએફ) અને એનડીઆરએફના જવાનો સાથે મળીને નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કાર્ય કરી રહ્યાં છે. બીજી તરફ આંધ્ર પ્રદેશમાં પણ ભારે વરસાદને પગલે દસ લોકોના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા ૪૮ કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક માર્ગોને નુકસાન થયું છે અને વીજ પુરવઠો ખોરવાયો છે. છેલ્લા ૨૦ દિવસમાં બીજી વખત કૃષ્ણા નદી છલકાઇ છે. આધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન વાય એસ જગનમોહન રેડ્ડીએ સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી.

મુખ્યપ્રધાને વીજપુરવઠો ચાલુ કરવા નુકસાન પામેલા રોડને તાત્કાલિક રિપેર કરવાનો આદેશ આપ્યો છે. લાનીનો’ના પગલે ચાલુ વર્ષે વધુ ઠંડી પડશેલાનીનોની અસરને પગલે ચાલુ વર્ષે શિયાળાની ઋતુમાં વધારે ઠઁડી પડશે તેમ ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઇએમડી)ના ડાયરેક્ટર જનરલ મૃતુન્જય મોહાપાત્રાએ એક નિવેદનમાં જણાવ્યું હતું. મોહાપાત્રાએ જણાવ્યું હતું કે ઠંડીને કારણે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહારમાં સૌથી વધુ લોકોનાં મોત થાય છે. તેમણે જણાવ્યું હતું કે લા નીના કન્ડિશન ઠંડી માટે સાનુકૂળ હોય છે. હવામાન વિભાગ દર વર્ષે નવેમ્બરમાં ઠંડીનું પૂર્વાનુમાન રજૂ કરે છે.

content_image_860f86f8-00ac-42d8-aa64-d0613212b1ae.jpg

Right Click Disabled!