ઉત્તર ગુજરાતમાં આભ ફાટવાની આગાહી, અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ એક્ટિવ

ઉત્તર ગુજરાતમાં આભ ફાટવાની આગાહી, અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ એક્ટિવ
Spread the love

વરસાદી સિઝન તો હવે ખતમ થવાની તૈયારીમાં છે. પરંતુ અંતિમ ગાળામાં પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી ચાર દિવસ સુધી રાજ્યના અનેક વસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ત્યારે એ પણ જાણી લઈએ કે ક્યા વિસ્તારમાં કેટલો વરસાદ પડવાની શક્યતા છે.

દક્ષિણમાં શું કહે છે હવામાન ?

હવામાન વિભાગના મતે લો પ્રેશર સિસ્ટમની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત પર પડશે. પરંતુ દક્ષિણમાં પણ તેની અસર મહદ અંશે જોવા મળશે. જોકે દક્ષિણ ગુજરાતમાં આ લો પ્રેશરના કારણે હળવા વરસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્ર અને મધ્યમાં કેવી છે આગાહી ?

હવામાન વિભાગના મતે મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ તો છવાશે. પરંતુ હળવો વરસાદ પડી શકે છે. એટલે કે, કોઈપણ પ્રકારની હોનારત સર્જાવાની શક્યતા નથી. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાાં આ વખતે વરસાદનું જોર ઘટશે. જે ત્યાંના ખેડૂતો માટે રાહતના સમાચાર છે.

સૌરાષ્ટ્રના ખેડૂતોને મળશે રાહત ?

ઉલ્લેખનિય ણછે કે, આ વર્ષે સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ પડ્યો છે. જેના કારણે, ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ હવે ચોમાસુ પાકની લણણી પણ શરૂ થઈ ગઈ છે. તેવામાં વરસાદ આવે તો ફરી નુકસાની થવાની શક્યતા છે. પરંતુ હાલ તો હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર પર આ લો પ્રેશરની અસર નહીં જોવા મળે. એટલે કે, ખેડૂતો માટે ખુબ મોટા રાહતના સમાચાર છે.

પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)

20200923_122818.jpg

Right Click Disabled!