જામનગરમાં વધુ 13 કોરોનાગ્રસ્ત દર્દીના મોત, 74 પોઝિટિવ કેસ સામે 91 ડિસ્ચાર્જ

જામનગરમાં વધુ 13 કોરોનાગ્રસ્ત દર્દીના મોત, 74 પોઝિટિવ કેસ સામે 91 ડિસ્ચાર્જ
Spread the love
  • ૨૩૬ એકટીવ કેસ, સંક્રમણ ઘટના શહેરમાં એક દિવસમાં ૫૧, જિલ્લામાં ૨૩ કેસ

જામનગરમાં કોરોનાગ્રસ્ત વધુ ૧૩ દર્દીના મોત નિપજ્યા છે. સંક્રમણ ઘટતા શહેરમાં એક દિવસમાં ૫૧ અને જિલ્લામાં ૨૩ મળી કુલ ૭૪ પોઝિટિવ કેસ સામે ૯૧ દર્દી સ્વસ્થ થયા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જામનગર શહેર-જિલ્લામાં કોરોનાના ૨૩૬ એકટીવ કેસ રહ્યા છે. જામનગરમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે પરંતુ મૃત્યુદર યથાવત રહ્યો છે.

શહેરમાં ગુરુવારે રાત્રીથી શુક્રવારે સાંજ સુધીમાં જી.જી.હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સારવાર લઇ રહેલા વધુ ૧૩ કોરોનાગ્રસ્ત દર્દીના મોત નિપજયા છે. જ્યારે શુક્રવારે શહેરમાં ૫૧ અને જિલ્લામાં ૨૩ મળી કુલ ૭૪ પોઝિટિવ કેસ નોંધાયા હતાં. તેની સામે શહેરમાં ૭૦ અને જિલ્લામાં ૨૧ દર્દી સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

– રોહિત મેરાણી (જામનગર)

images-1-8.jpeg

Right Click Disabled!