માછરડામાં વાડી દવા છાંટતા વિપરીત અસરથી યુવાનનું મોત

માછરડામાં વાડી દવા છાંટતા વિપરીત અસરથી યુવાનનું મોત
Spread the love
  • કાલાવડ પંથકમાં જુદા જુદા બનાવમાં યુવક અને પ્રૌઢના અપમૃત્યુ

કાલાવડ તાલુકાના માછરડા ગામેવાડીએ જંતુનાશક દવાના છંટકાવ વેળા યુવકને દવાની વિપરીત અસર થતાં સારવારમાં તેનું મૃત્યુ નિપજયુ હતુ. કાલાવડ તાલુકાના માછરડા ગામે રહેતા સહદેવસિંહ બહાદુર સિંહ જાડેજા (ઉ.વ.૪૨) નામનો યુવાન ગત તા.૧૨ના રોજ વાડીએ પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યા હતા તે વેળા તેમને દવાની વિપરીત અસર થતાં તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

અન્ય બનાવમાં કાલાવડ નજીક મોટી માટલી ગામ રહેતા ખેડૂત ચંદ્રેશભાઇ તેજાભાઇ તારપરા (ઉ.વ.૫૪) નામના પ્રૌઢ અને ગત તા.૧૦ના રોજ પોતાના ઘરે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ બાદ જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતાં જ્યાં તેમનું મૃત્યુ નિપજયુ હતુ. બનાવની ગીરધરભાઇ નાનજીભાઇ તારપરાએ જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

– રોહિત મેરાણી (જામનગર)

images-37.jpeg

Right Click Disabled!