લીગલની જગ્યાએ A4 કાગળના ઉપયોગ અંગે નિર્ણય કરો : હાઇકોર્ટ

લીગલની જગ્યાએ A4 કાગળના ઉપયોગ અંગે નિર્ણય કરો : હાઇકોર્ટ
Spread the love

હાઇકોર્ટમાં પિટિશનો, સોગંદનામા તેમજ અન્ય દસ્તાવેજો લીગલ સાઇઝના કાગળનીની જગ્યાએ એ-૪ સાઇઝના કાગળમાં કરવા અંગે યોગ્ય નિર્ણય લેવા હાઇકોર્ટની રજિસ્ટ્રી અને વહીવટી પાંખને ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે કર્યો છે. આ અંગેની જાહેર હિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે લીગલ સાઇઝના કાગળના ઉપયોગના કારણે અરજદારોના નાણા તેમજ પૈસાનો વ્યય થાય છે.  ખંડપીઠે આદેશ કર્યો છે કે વહીવટી પાંખ તરફથી યોગ્ય આદેશો જારી કરવા માટે રજિસ્ટ્રી આ આદેશ ચીફ જસ્ટિસ સમક્ષ મૂકે.

જાહેર હિતની અરજીમાં અરજદાર કેસોના દસ્તાવેજોમાં એકીકરણ સાધવા, પર્યાવરણનો બચાવ કરવા તેમજ કાગળનો ઉપયોગ ઓછો કરવા હાઇકોર્ટની વહીવટી પાંખે યોગ્ય નિર્ણયો કરવા જોઇએ. અત્યારે પિટિશન, સોગંદનામા, પેપરબુક સહિતના દસ્તાવેજો લીગલ સાઇઝના કાગળમાં ફાઇલ કરવામાં આવે છે અને આ કાગળની એક જ બાજુએ પ્રિન્ટિંગ કે લખાણ કરવામાં આવે છે. તેની જગ્યાએ એ-૪ સાઇઝના કાગળનો ઉપયોદ શરૂ કરી તેની બન્ને બાજુએ પ્રિન્ટિંગ કરવું જોઇએ. જેના કારણે કોર્ટમાં કેસોના દસ્તાવેજો અને રેકર્ડ સાચવવા વધુ જગ્યાની જરૂર નહીં પડે. આ ઉપરાંત લીગલ સાઇઝના કાળગ પ્રમાણમાં મોંઘા આવતા હોવાથી ગરીબ અને મધ્મયવર્ગીય અરજદારોના નાણા તેમજ પર્યાવરણનો પણ બચાવ થશે.

લીગલ સાઇઝના 500 કાગળના પેકેટનો જથ્થાબંધ ભાવ 377 રૂપિયા છે અને છૂટક પ્રિન્ટીંગ કે નકલ કરતા સમયે તેનો ઘણો વધુ ભાવ ચૂકવવાનો રહે છે. જ્યારે એ-૪ સાઇઝના 500 કાગળનો જથ્થો 260 રૂપિયા કે તેથી ઓછી કિંમતમાં પણ મળી રહે છે.સુપ્રીમ કોર્ટેર્ણ માર્ચ-2020માં લીગલ સાઇઝની જગ્યાએ એ-૪ સાઇઝના કાગળનો બન્ને બાજુ ઉપયોગ કરવાથી કાગળના ઉપયોગમાં ઘટાડો થાય છે કે નહીં તે અંગે પ્રયોગાત્કમ ધોરણે કામગીરી કરવા આદેશ આપ્યો હતો. અરજદારને સાંભળી હાઇકોર્ટે નોંધ્યું છે કે અરજદારે જાહેર હિતમાં ઉઠાવેલો મુદ્દો હાઇકોર્ટની વહીવટી પાંખે ધ્યાને લેવો જોઇએ. તેથી રજિસ્ટ્રીને આદેશ આપવામાં આવે છે કે તે વહીવટી પાંખ તરફથી યોગ્ય આદેશો જારી કરવા માટે આ આદેશ ચીફ જસ્ટિસ સમક્ષ મૂકે.

content_image_5c1008ef-8b5d-4e09-ad55-d8db75bb9627.jpg

Right Click Disabled!