અમદાવાદ રેલવે સ્ટેશનને પુનઃ વિકસાવવાનો નિર્ણય

અમદાવાદ રેલવે સ્ટેશનને પુનઃ વિકસાવવાનો નિર્ણય
Spread the love

રેલવે જમીન વિકાસ સત્તામંડળ (આરએલડીએ)એ અમદાવાદ રેલવે સ્ટેશનના પુન: વિકાસના ઉદ્દેશ્યથી કન્સલ્ટન્સી સેવાઓ માટે ઓનલાઇન બિડ મંગાવ્યા છે. બિડ પ્રાપ્ત કરવા માટે સ્ટેશનના પુન: વિકાસના માટે વ્યવસાયિક અભ્યાસ, વિગતવાર માસ્ટર પ્લાનિંગ, અર્બન ડિઝાઇનિંગ અને એન્જિનિયરિંગ તથા વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ ડીપીઆર તૈયાર કરવાનો રહેશે. પુન: વિકાસનો ઉદ્દેશ સ્ટેશનના ઐતિહાસિક મહત્ત્વને અસર કર્યા સમયની માગ અનુસાર સ્ટેશન પર અત્યાધુનિક યાત્રી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.

નવા સ્ટેશન પર આગમન અને પ્રસ્થાન માટે અલગ સુવિધા હશે. સાથે સાથે, તે મલ્ટિ-મોડલ પરિવહન સંકલન સાથે માર્ગ કનેક્ટિવિટી, સલામતી અને દેખરેખની વ્યવસ્થા અને અન્ય સુવિધાઓથી પણ સજ્જ હશે.અમદાવાદ ગુજરાતની અગાઉની રાજધાની છે. તે રાજ્યનું આર્થિક અને ઔદ્યોગિક કેન્દ્ર છે.અહીંયા બીજું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે અને ભારતમાં કપાસનું દ્વિતીય મોટું ઉત્પાદક ક્ષેત્ર છે. સરકાર દ્વારા તેને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાનો પણ પ્રસ્તાવ છે. તેને ભારતનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી પણ જાહેર કરવામાં આવ્યું છે.

આરએલડીએ હાલમાં તબક્કાવાર 62 સ્ટેશનો પર કાર્યરત છે, જ્યારે તેની પેટા કંપની આઇઆરએસડીસીએ પુનઃવિકાસ માટે અન્ય 61 સ્ટેશનોની પસંદગી કરી છે. પ્રથમ તબક્કામાં આરએલડીએએ નવી દિલ્હી, તિરુપતિ, દેહરાદૂન, નેલ્લોર અને પુડુચેરી જેવા મુખ્ય સ્ટેશનોને રિડેવલપમેન્ટ માટે પ્રાથમિકતા આપી છે. ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સ્માર્ટ સિટી પ્રોજેક્ટના ભાગરૂપે પીપીપી મોડલ પર સમગ્ર ભારતમાં રેલવે સ્ટેશનોને પુનઃવિકસાવવામાં આવશે.

content_image_6d9f028d-de07-4eeb-8a47-f05f0067631b.jpg

Right Click Disabled!