દીપિકા, સારા, શ્રદ્ધા, નમ્રતા અને રકુલને NCBનું તેડું

સુશાંત સિંહ રાજપૂત કેસમાં હવે ડ્રગ્સ એંગલ સૌથી મોટો મુદ્દો બની ગયો છે. રડાર પર માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહીં પરંતુ ટીવી સ્ટાર્સ પણ છે. એટલે કે 23 સપ્ટેમ્બરના રોજ અનેક બોલિવૂડ સેલેબ્સ તથા ટીવી સેલેબ્સને સમન્સ પાઠવવાની છે, જેમાં સારા અલી ખાન તથા દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ, નમ્રતા શિરોડકરને સમન પાઠવવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસમાં આ તમામ એક્ટ્રેસની પૂછપરછ કરવામાં આવશે. માનવામાં આવે છે કે દીપિકા પાદુકોણની 25 સપ્ટેમ્બરના રોજ NCB પૂછપરછ કરશે. દીપિકા પાદુકોણ હાલમાં ગોવામાં શકુન બત્રાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે તો સારા અલી ખાન પણ હાલમાં ગોવામાં જ છે. અહીંયા તેની માતા અમૃતા સિંહનું ઘર છે અને તે માતા સાથે અહીંયા સમય પસાર કરી રહી છે.
દીપિકાની વીડિયો કોન્ફરન્સિંગની મદદથી વકીલો સાથે મિટિંગ માનવામાં આવે છે કે દીપિકાએ ગોવાથી વીડિયો કોન્ફરન્સિંગની મદદથી 12 વકીલો સાથે મિટિંગ કરી છે. આ મિટિંગમાં રણવીર સિંહ પણ હાજર છે. દીપિકાનું નામ ડ્રગ્સ કેસમાં આવતા ફિલ્મનું શૂટિંગ પણ કેન્સલ કરી દેવામાં આવ્યું છે. આ કડીમાં હવે ટીવી એક્ટર અબીગેલ તથા સનમ જોહરના ઘરે NCBએ દરોડા પાડ્યા હતા અને બંનેને NCBની ઓફિસ બોલાવવામાં આવ્યા હતા. આ બંને રિયાલિટી શો ‘નચ બલિયે’માં જોવા મળ્યા હતા. NCBએ કરિશ્મા પ્રકાશ વિરુદ્ધ સમન પાઠવ્યું NCBએ દીપિકા પાદુકોણની ટેલેન્ટ મેનેજર કરિશ્મા પ્રકાશને સમન પાઠવ્યું હતું. જોકે, તેની તબિયત ખરાબ હોવાથી તેણે 25 સપ્ટેમ્બર પછી આવવાની વાત કરી હતી. કરિશ્મા તથા જયા સાહા એક જ ટેલેન્ટ કંપનીમાં કામ કરે છે.
