પુજારીઓ અને કર્મકાંડી બ્રાહ્મણોની જેમ મૌલાનાઓ અને ખાદીમોને પણ રાહત પેકેજમાં સમાવવા માંગ

પુજારીઓ અને કર્મકાંડી બ્રાહ્મણોની જેમ મૌલાનાઓ અને ખાદીમોને પણ રાહત પેકેજમાં સમાવવા માંગ
Spread the love
  • પુજારીઓ અને કર્મકાંડી બ્રાહ્મણો ની જેમ મસ્જિદ નાં મૌલાનાઓ અને દરગાહ ના ખાદીમો ને પણ રાહત પેકેજ માં સમાવવા મુસ્લિમ સમાજ ની માંગ : મુ સ્લિમ અગ્રણી ઈરફાન શાહે મુખ્યમંત્રી ને કરી રજુઆત

રાજ્ય સરકારે વેશ્વિક મહામારી કોરોના ને પગલે લોક ડાઉન અમલ માં આવતા રાજ્ય નાં તમામ ધાર્મિક સ્થળો પર અવર જવર પર પ્રતિબંધ લાદી દેતા ધાર્મિક સ્થળો પર નભતા પરિવારો બેરોજગાર બન્યા હતા અને આર્થિક કટોકટી નો સામનો કરી રહ્યા હોય રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ આપવાની જાહેરાત કરતા અખિલ સૌરાષ્ટ્ર ફકીર સમાજ ના પ્રમુખ ઈરફાન શાહે રાજ્ય સરકારની આ પહેલ ને આવકારી અભિનંદન પાઠવ્યા હતા સાથોસાથ લઘુમતી બિરાદરો ની આસ્થા ના પ્રતીક દરગાહો અને મસ્જીદ સાથે સંકળાયેલા ધર્મગુરુઓ ને પણ આ પેકેજ નો લાભ આપવા માંગણી કરી હતી

વધુ માં આજરોજ જુનાગઢ જિલ્લાના યુવા મુસ્લિમ અગ્રણી ઈરફાન શાહે રાજ્ય નાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ને એક આવેદન પત્ર પાઠવી સરકાર ની સુચનાનુસાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હિંદુ પુજારીઓ અને કર્મકાંડી બ્રાહ્મણો ની વિગતો માંગતો પત્ર રાજ્ય ના તમામ કલેક્ટરો ને પાઠવતા સૌ નો સાથ સૌ નો વિકાસ નાં સૂત્ર સાથે કામ કરતી રાજ્ય સરકાર આ રાહત પેકેજ માં મુસ્લિમ ધાર્મિક સ્થળો નો પણ સમાવેશ કરે તેવી માંગ કરી હતી કારણ કે લોક ડાઉન ને પગલે મસ્જીદ મદરેસાઓ અને દરગાહ શરીફ પણ બંદ કરી દેવામાં આવતા મુસ્લિમ ધાર્મિક સ્થળો નાં ધર્મગુરુઓ પણ સંકટ માં મુકાયા છે અને આર્થિક કટોકટી નો સામનો કરી રહ્યા હોય તેમને પણ ફિલગુડ નો અહેસાસ કરાવવો જરૂરી છે ત્યારે આજરોજ ગાંધીનગર ખાતે રાજ્ય નાં મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ના સચિવશ્રી ને રૂબરૂ આવેદનપત્ર પાઠવી રાહત પેકેજ ની માંગ કરી હતી

અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)

IMG-20200924-WA0005.jpg

Right Click Disabled!