વાવેરાથી બાબરીયાધાર સુધીના રોડનું સમારકામ તેમજ બાવળો દુર કરવા દ્વારા રજુઆત

રાજુલા : બબઁટાણા ગામના પુવૅ ઉપસરપંચ તેનજ રાજુલા બારએસોશીએશનના પ્રમુખ કનુભાઈ કામળીયા દ્વારા માગઁ અને મકાન વિભાગને રજુઆતમા જણાવ્યું હતું કે વાવેરાથી બાબરીયાધાર ગામનો રોડ આપની કચેરીના તાબા નીચે આવેલ છે અને આ રોડ ચોમાસામાં વરસાદને લીધે અતી ખરાબ થઇ ગયેલ હોવાથી આ રોડની હાલત ગાડા માગઁ જેવી થયેલ છે તેમજ ગોઠણસમા ખાડા પડી ગયેલ છે જેના લીધે આસપાસના ગામો જેવાકે.બબઁટાણા.ચારોડીયા.ગોવીંદડી.ખેરાળી.બાબરીયાધાર.મેરીયાણા.અમુલી.છાપરી ગામના લોકો માટે.અવર જવરનો એક મુખ્ય માગઁ છે અને લોકોને આવવા જવા માટે આ રોડ બિસ્માર થયેલ હોવાના કારણે દવાખાના જેવાકે ડીલેવરી જેવા કામે તાત્કાલિક પહોંચી શકાતુ નથી તેમજ ૧૦૮ પણ સમયસર પહોંચી શકતી નથી જેના લીધે લોકોનુ જાન જવાનું જોખમ વધુ છે તેમજ રસ્તો ખરાબ હોવાના કારણે અકસ્માત થવાની શક્યતા વધી છે.
કારણ કે લોકો ખાડા તારવવા માટે પોતાનુ વાહન સાઈડમાં ચલાવવા મજબુર બનતા હોય છે જેથી અકસ્માત થવાની ભીતી છે અને ખરાબ રોડના કારણે કીમતી વાહન પણ ખરાબ થવાની શક્યતા વધુ છે તેમજ વાહનની માઈલેજ ઓછી આવવાના લીધે લોકો પર ભારણ વધી ગયું છે ખરાબ રોડના કારણે ધુળ ઉડવાનું પ્રમાણ વધી ગયું છે જેથી લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે હાલ ચોમાસામાંની સિઝન પુરી થઈ ગઈ છે તેમજ રસ્તામા પડેલ મોટા ખાડામાં વાહન સમાયજાય તેવી સ્થિતિ સજાઁયછે જેથી વાવેરાથી બાબરીયાધાર રોડનું સમારકામ કરી ખાડાઓ પુરી થીગડાં મારવા તેમજ જરુંર પડે ત્યાં એક એક પટ્ટી રોડની બનાવી સમારકામ કરવા એડવોકેટ કનુભાઈ કામળીયા દ્વારા રજુઆત કરાઇ હતી સાથે રસ્તામા આવતાં ગાંડા બાવળ તેમજ જંગલી ઘાસની પણ નડતર હોય તેમજ રસ્તો સાકડો થઈ ગયો હોવાથી વાહન તારવવામાં મોટા પાયે અકસ્માતનો ભય રહેછે જેથી બાવળ અને જંગલી ધાસ કાઢવા નાયબ કાર્યપાલક ઈજનેર માગઁ અને મકાન વિભાગને રજુઆત કરાઇ હતી.
રીપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)
