નાયબ મામલતદાર જગદીશભાઈ ગોપાલભાઈ મકવાણા લાંચ લેતા ઝડપાયા

નાયબ મામલતદાર જગદીશભાઈ ગોપાલભાઈ મકવાણા લાંચ લેતા ઝડપાયા
Spread the love

જૂનાગઢ નાયબ મામલતદાર પાસેથી લાંચની એક લાખની રકમ મળી આવી હતી અને લાંચની રકમ ઉપરાંત અન્ય રકમ પણ મળી આવી હતી જેને લઈને વધુ તપાસ હાથ ધરી છે અને નાયબ મામલતદાર સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાગૃત નાગરીકે ફરીયાદ કરી કે તેને પોતાની માલિકીની જમીન પર ધંધો કરવા માટે કારખાનું કરવું હોય અને અન્ય કોમર્શિયલ ઉપયોગ કરવાનો હોય તેને બિનખેતી કરાવવા ઓનલાઈન અરજી કરી હતી. જે બાબતે કલેક્ટર કચેરીની જમીન શાખાના નાયબ મામલતદાર વર્ગ 3 ના કર્મચારી જગદીશભાઈ ગોપાલભાઈ મકવાણા સાથે રૂબરૂ મુલાકાત કરી હતી અને તેણે ચોરસ મીટર દીઠ રૂપીયા 30 લેખે વહીવટ કરવો પડશે તેમ જણાવીને લાંચ માંગવામાં આવી હતી.

30 રૂપીયા ચોરસ મીટર દીઠ બિનખેતી કરવાની કુલ જમીન માટે રૂપીયા 3.90 લાખની રકમ લાંચ પેટે આપવાની હતી, અનેક રકજક બાદ ત્રણ લાખ રૂપીયામાં વહીવટ કરવો પડશે જેમાં એક લાખ એડવાન્સ અને બે લાખ કામ પતી ગયા પછી આપવાનું નક્કી થયું હતું.આ અંગે અરજદારે ફરીયાદ મદદનીશ નિયામક દેસાઈ પી.આઈ. સહીતના સ્ટાફ દ્વારા ટ્રેપ ગોઠવીને નાયબ મામલતદાર જે. જી. મકવાણાને લાંચની એક લાખની રકમ સાથે રંગેહાથ ઝડપી લેવાયા હતા, લાંચની રકમ ઉપરાંત અન્ય દોઢ લાખની રકમ પણ તેના ટેબલમાંથી મળી આવતા તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

currency24-09-2020_d.jpg

Right Click Disabled!