“ઉજડ જમીન !.. એક રચના”

ઉજડ જમીન
•••••••••••••••••••••••••••••••••••••••
ઉજડ , વેરાન ને એકલવાયી …!
જમીન હું, બસ આતમ વિહોણી.
શક્યતા ફૂલ બે ખીલવાની કદાચ..,
પ્રતિકૂળતા સમયની સાથે રહેવાની.
વાતાવરણ વરસાદી શા કામનું ‘શિલ્પી’
છંટકાવ પાણીનો જરૂરી હોય છે.
ખાતર, માવજત જરૂરિયાત છોડની,
વાવણી બીજ ની પણ જરૂરી છે ને !
********************************
|| આભાર ||
(કવિ) શ્રી પંકજ દરજી ‘શિલ્પી’
