જામનગર પંથકમાં મોટર વાહન ટેકસ ભર્યા વગરના 10 ભારે વાહન ડિટેઇન

જામનગર પંથકમાં મોટર વાહન ટેકસ ભર્યા વગરના 10 ભારે વાહન ડિટેઇન
Spread the love
  • સિકકા, બેડેશ્વર સહિતના વિસ્તારોમાં આરટીઓનું આકસ્મિક ચેકીંગ

જામનગર પંથકમાં મોટર વાહન ટેકસ ભર્યા વગરના ૧૦ ભારે વાહન આરટીઓએ ડીટેઇન કરતા વાહનચાલકો અને માલિકોમાં દોડધામ મચી ગઇ છે. સિકકા, બેડેશ્વર સહિતના વિસ્તારોમાં આરટીઓએ આકસ્મિક ચેકીંગ કરી ટેકસ ભર્યા વગર દોડતા ૧૦ ભારે વાહનના માલિકો પાસેથી રૂ.૨,૭૯,૫૭૨ દંડની વસૂલાત કરી હતી. આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે. જામનગરના આરટીઓ કચેરીના અધિકારીઓ દ્વારા શુક્રવારે સિક્કા, બેડેશ્વર સહિતના વિસ્તારોમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં મોટર વાહન ટેક્સ ભર્યા વગર દોડતા ૧૦ ભારે વાહનોને કુલ રૂ.૨,૭૯,૫૭૨ દંડ ફટકારી મેમો આપી ડીટેઈન કર્યા હતાં. આ અંગે આરટીઓ જે.જે ચૌધરીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં મોટર વાહનોની કર ભર્યા વગર ફરતા વાહનોનું કડક ચેકીંગ અવિરત રહેશે. જામનગર આરટીઓ કચેરી દ્વારા શુક્રવારે એકાએક સિકકા, બેડેશ્વર સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરી મોટર વાહન ટેકસ ન ભરેલા ૧૦ વાહનો ડીટેઇન કરી દંડની વસૂલાત કરવામાં આવી હતી. પરંતુ આરટીઓ કચેરી દ્વારા લાંબા સમય બાદ એકાએક આ કામગીરી હાથ ધરવામાં આવતા વાહનચાલકો અને માલિકોમાં આશ્ચર્યની સાથે અનેક સવાલ ઉઠ્યા છે.

– રોહિત મેરાણી (જામનગર)

Screenshot_20210206-134553_Divya-Bhaskar.jpg

Right Click Disabled!