ધ્રાંગધ્રા : ખાનગી કંપની દ્વારા મીઠાના પુરતા ભાવ નહીં આપતા અગરીયાઓ દ્વારા આવેદન

ધ્રાંગધ્રા : ખાનગી કંપની દ્વારા મીઠાના પુરતા ભાવ નહીં આપતા અગરીયાઓ દ્વારા આવેદન
Spread the love

હળવદ ધાંગધ્રાના અગરિયાઓ વર્ષોથી કચ્છના નાના રણમાં મીઠું પકવીને અગરીયાઓ પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે હળવદ ધાંગધ્રાના અગરિયાઓને ધાંગધ્રાના DCWના અધિકારીઓ ૧૪૫માં પ્રિતટન મીઠુ ખરીદી કરીને અગરીયાઓનુ શોષણ કરે છે. અવારનવાર કંપનીના અધિકારીઓ અગરીયાઓને ધમકી આપે છે ત્યારે અગરીયાઓએ હળવદ ધ્રાંગધ્રા મામલતદારને આવેદનપત્ર આપી ને યોગ્ય કાર્યવાહી કાર્યવાહી કરવાની રજૂઆત કરેલ હતી અને મુખ્યમંત્રી લેખિતમાં રજૂઆત કરેલ હતી.

કચ્છના નાના રણમાં હળવદ અને ધાંગધ્રા તાલુકાના અગરિયાઓ રાત દિવસ રણમાં મીઠું પકવીને કાળી મજૂરી કરતા હોય છે પરંતુ તેઓને પુરતા ભાવ નહીં મળતા હોવાથી મુશ્કેલીમાં સામનો કરવો પડે છે ત્યારે હળવદ ધાંગધ્રા અગરિયાઓ ને ધાંગધ્રા dcw કંપની દ્વારા પ્રતિ ટન એ 145 રૂપિયાના ભાવે અગરિયાઓ પાસે મીઠું ખરીદવાનું અધિકારીઓને અવાર-નવાર દબાણ કરી અને રૂ અગરીયા નું શોષણ કરી રહ્યા છે હાલ બજારભાવ 330 રૂપિયાના ભાવે મીઠું ભાવ છે પરંતુ DCW અધિકારીઓ 145 રૂપિયાના ભાવે મીઠઃ ની ખરીદી કરી ને અગરીયાઓ નુ શોષણ કરે છે.

હળવદ ધાંગધ્રા અગરીયાઓ રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરીને અગરિયાઓની પડતી હાલાકી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી તેમજ હળવદ ધ્રાંગધ્રા મામલતદારને આવેદનપત્ર આપ્યું આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા 300 થી 350 પ્રતીટન ભાવ નક્કી કરવામાં આવ્યો છે પરંતુ ધ્રાંગધ્રા ના dcw અગરીયાઓ પાસેથી રૂપિયા 145 ભાવે ખરીદી કરે છે અને વેચાણ કરવા માટે દબાણ કરે છે કંપનીના અધિકારીઓ દ્વારા શોષણ કરી રહ્યા છે આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન અને ગાંધીચીંઘ્યા માગૅની અગરિયા સમિતિના પ્રમુખ ચકુજી ઠાકોર અને અગરીયાઓ તંત્ર ને ચીમકી આપી હતી.

20201022_193538.jpg

Right Click Disabled!