સાબરકાંઠા જીલ્લા પોલીસ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ધ્વારા ડિજીટલ સાયબર ક્રાઇમ અવેરનેસ કાયૅક્રમ

સાબરકાંઠા જીલ્લા પોલીસ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ધ્વારા ડિજીટલ સાયબર ક્રાઇમ અવેરનેસ કાયૅક્રમ
Spread the love

હાલમાં કોવીડ-૧૯ મહામારીના સમયમાં સાયબર ક્રાઇમના બનાવો વધવા પામેલ છે અને સાયબર ક્રીમીનલો આ મહામારીના સમયનો ફાયદો ઉઠાવી રહયા છે. નેશનલ સીકયુરીટી એડવાઇઝર શ્રી અજીત ડોભાલના જણાવ્યા પ્રમાણે સાયબર ક્રાઇમના બનાવોમાં ૫૦૦ ટકા જેટલો વધારો થયેલ છે. અને સાયબર ક્રાઇમના બનાવો બનવાનું મુખ્ય કારણ જાહેર જનતામાં સાયબર ક્રાઇમ સબંધે મર્યાદીત જાગૃતિ છે. જેથી સાયબર ક્રાઇમના બનાવો અટકાવવા હોય તો ભારતના દરેકે દરેક નાગરીકોમાં સાયબર ક્રાઇમ સબંધે જાગૃતિ લાવવી જરૂરી છે.

જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ સાબરકાંઠા અને જીલ્લા પોલીસ સાબરકાંઠાના સંયુકત ઉપક્રમે આ હેતુથી *તા.૨૭/૦૯/૨૦૨૦ના રોજ ક.૧૧/૦૦ વાગે* ડીજીટલ અવેરનેશ ઓનલાઇન કાર્યક્રમનું આયોજન કરવામા આવનાર છે. જે કાર્યક્રમ નિહાળવા *પ્રિન્સીપાલ અને ડીસ્ટ્રીકટ જજ શ્રી એચ.ડી. સુથાર સાહેબ તથા જીલ્લા પોલીસ વડા શ્રી ચૈતન્ય મંડલીક સાહેબ* એ આમ નાગરીકોને અપીલ કરેલ છે. જે કાર્યક્રમમાં આપ નીચે આપેલ લીંક ધ્વારા જોડાઇ શકો છો.

1. https://www.facebook.com/DLSASabarkantha
2. https://www.facebook.com/SabarkanthaPolice
3. https://www.youtube.com/channel/UCYWmezqulW85brtywYEMFdA

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200917-WA0226.jpg

Right Click Disabled!