રાજકોટથી બેંગ્લોરની સીધી વિમાની સેવા શરૂ થઇ

રાજકોટથી બેંગ્લોરની સીધી વિમાની સેવા શરૂ થઇ
Spread the love

રાજકોટની ભારતના અન્ય શહેરો સાથેની એર કનેકટીવીટી વધી રહી છે. બેંગ્લોર થી રાજકોટની પ્રથમ સીધી ફલાઈટ એરપોર્ટ પર આવતા તેને વોટર સેલ્યુટ આપી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. દરમિયાન આગામી તા.૧લી માર્ચથી દક્ષિણ ભારતમાં હૈદરાબાદને જોડતી વધુ એક વિમાની સેવા શરૂ કરવામાં આવી રહી છે. રાજકોટથી વિમાની સેવામાં સતત વધારો થઈ રહયો છે. સોરાષ્ટ્રભરમાંથી ફલાઈટમાં મુસાફરી કરનારો વર્ગ પણ વધી રહયો છે. એરપોર્ટ માટે આજે ઐતિહાસિક દિવસ રહયો હતો. બેંગ્લોરથી ડેઈલી ફલાઈટ શરૂ કરવામાં આવી છે. ૧ર૩ પેસેન્જર સાથેની ફલાઈટ રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચતા રાજકોટ એરપોર્ટનાં સતાધિશો દ્રારા વોટર સલામી આપી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

પાઈલોટને પુષ્પગુચ્છ આપી આવકારવામાં આવ્યા હતા. રાજકોટથી બેંગ્લોર ૧રર મુસાફરો સાથે ફલાઈટ રવાના થઈ હતી. દરમિયાન આગામી તા.૧લી માર્ચથી રાજકોટથી હૈદરાબાદ સાથેની વિમાની સેવાથી જોડાશે. રાજકોટને ડેઈલી હૈદરાબાદની ફલાઈટ મળી રહી છે. લાંબા સમયથી દક્ષિણ ભારતને જોડતી વિમાની સેવા શરૂ કરવાની માગણી કરવામાં આવી રહી હતી.આ ઉપરાંત ૭મીથી વધુ એક સાંજની મુંબઈની ફલાઈટ મળી રહી છે. આમ ૭માર્ચથી રાજકોટ એરપોર્ટ પરથી ૭ વિમાની સેવાનું સંચાલન કરવામાં આવશે. માર્ચથી મુંબઈની બે, દિલ્હીની બે, બેંગ્લોરની એક, હૈદરાબાદની એક વિમાની સેવા શરૂ થશે અને તા. ૭ મીથી મુંબઈની ખાનગી એરલાઈન્સની સાંજની વધુ એક સેવા શરૂ થતા કુલ સાત ફલાઈટનું સંચાલન શરૂ થશે.

content_image_7c5c0ef6-577e-4de3-bd4f-164d4e8f1125.gif

Right Click Disabled!