હળવદના નવા દેવળીયા ગામે દિપડો દેખાયાંની ચર્ચા

હળવદના નવા દેવળીયા ગામે દિપડો દેખાયાંની ચર્ચા
Spread the love

હળવદના નવા દેવળીયા ગામે સવારમા વાડીના મજુરને જંગલી જાનવર દેખાતા દોડધામ મચી જવા પામી હતી ત્યારે વન વિભાગને જાણ કરતા નવા દેવળીયા દોડી ગયા હતા અને પગલા તપાસતા ઝરખના હોવાની પુષ્ટિ થતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

હળવદના નવા દેવળીયા ગામે જીવરાજભાઇ દેવશીભાઇની વાડીના મજુરને દિપડો દેખાયા હોવાની વાત ગામમા ફેલાતા ભયનો માહોલ સર્જાયો હતો ગામના સરપંચ ગેલાભાઇ સોલંકી એ વન વિભાગને જાણ કરતા હળવદ ફોરેસ્ટની ટીમ નવા દેવળીયા વાડી વિસ્તારમાં પહોચી હતી હળવદ આરએફઓ એસ .આર પરમાર, કનકસિંહ ઝાલા, એ.એ.બીહોલા., એ.આઇ. પઠાણ સહિતની ટીમે તપાસ કરતા પગલા ઝરખના જોવા મળ્યા હતા વન વિભાગ દ્વારા ઝરખ હોવાની પુષ્ટિ થતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Screenshot_2020-10-16-17-29-15-84.jpg

Right Click Disabled!