એન્જિનિયર પરમાર પાસેથી અપ્રમાણસરની મિલકત મળી

એન્જિનિયર પરમાર પાસેથી અપ્રમાણસરની મિલકત મળી
Spread the love

રાજકોટ એક્ઝીક્યુટીવ એન્જિનિયર હિતેન્દ્ર પરમાર પાસેથી 1 કરોડ 3 હજાર 939 રૂપિયાની અપ્રમાણસરની મિલકત મળી આવતા ગુનો નોંધ્યો છે. તપાસ દરમિયાન 35.37 ટકા અપ્રમાણસર મિલકત હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે. જો કે ટીમ સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.આવક 3,59,90, 077 અને ખર્ચ તથા રોકાણ 4,59,94,016 રૂપિયા રાજકોટ (ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ)ના એક્ઝીક્યુટીવ એન્જિનિયર અને હાલ અધિક્ષક ઈજનેર વર્ગ-1ના અધિકારી વિરૂદ્ધ ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ ગાંધીનગર પાસેથી તપાસ કરવા અંગે મંજૂરી મળી હતી.

પ્રાથમિક તપાસમાં હિતન્દ્ર પરમાર અને તેમના પરિવારના સભ્યોની મિલકત સંબંધી બેંક ખાતાઓ અને વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી પુરાવાઓ મળી આવ્યા હતા. જેમાં તમેની કાયદેસરની આવક 3, 59,90,077 રૂપિયા છે અને તેમનો ખર્ચ અને રોકાણ 4,59,94,016 રૂપિયા તપાસમાં જાણવા મળ્યો છે. આથી 1,00,03,939ની અપ્રમાણસરની મિલકતો વસાવ્યાનું જાણવા મળ્યું છે.

હિતેન્દ્ર પરમારે તેમના બેંક ખાતામાંથી ચેક મારફત 22,75.027 રૂપિયા ઉપાડ્યા છે.હિતેન્દ્ર પરમાર વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 હેઠળ ગુનો નોંધાયો હિતેન્દ્ર પરમારે પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી, ઈરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે, વિવિધ ભ્રષ્ટ રીતરસમો અપનાવી, ભ્રષ્ટાચારથી નાણા મેળવી અને તે નાણાનો ઉપયોગ કરી પોતાના નામે મિલકતોમાં રોકાણ કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

હિતેન્દ્ર પરમાર વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 13 (બી) તથા 13 (2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ના સુધારા અધિનિયમ 2018 અંતર્ગત સરકારી અધિકારી કે કર્મચારી દ્વારા ગેરકાયદેસર રીતે રસમો અપનાવી કે સત્તાનો દુરઉપયોગ કરી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સંપત્તિ એકત્રિત કરવાના અને પોતાન સગા-સંબંધી નામે સ્થાવર કે જંગમ મિલકતોમાં રોકાણ કરવા અંગે

બેનામી સંપત્તિ અંગેના ધી પ્રોહિબીશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્જેક્શન એક્ટ 1988 અંગેના વધુમાં વધુ કેસો શોધી કાઢવા બ્યુરો દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં 2020ના વર્ષમાં ગુજરાતના 21 સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ અપ્રમાણસરની મિલકતનો ગુનો નોંધાયો છે.

10_1603276765.jpg

Right Click Disabled!