અશાંત ધારા હેઠળની અરજીઓનો ઓનલાઈન પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ

અશાંત ધારા હેઠળની અરજીઓનો ઓનલાઈન પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ
Spread the love

જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલના હસ્તે જિલ્લા સેવા સદન ખાતેથી શહેરમાં અશાંતધારા હેઠળ મિલકતોના વેચાણ વ્યવહારો કરનારા મિલકતદારોને વેચાણ અંગે ના તબદીલી હુકમો સમયસર મળી રહે તેવા આશયથી ઓનલાઈન અરજીનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે અશાંત ધારા હેઠળ આવતી મિલકતદારોને ખરીદ-વેચાણના હુકમો અરજદારોને સમયસર મળી રહે તે માટે ઓન લાઈન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. કોઈ પણ અરજદારો ઘરે બેઠા અરજી કરીને અરજીનું સ્ટેટસ જાણી શકશે. સુરત શહેરમાં લિંબાયત, રાંદેર અને વોર્ડ નં.૧ થી ૧૨ તથા કતારગામ વિસ્તારના ટુંકી ગામના અંદાજીત પાંચ લાખથી વધુ મિલકતદારો હવે આંગળી ના ટેરવે ઘર બેઠા ઓનલાઈન અરજી કરીને અશાંત ધારાના હુકમો મેળવી શકશે.

અરજદારોએ www.i-ats.com ઉપર જઈ ઓનલાઈન અરજી કરી ત્રણ થી પાંચ દિવસમાં ઓરીજનલ એફીડેવીટ તથા પુરાવા કચેરીની રજીસ્ટ્રી બ્રાંચમાં જમા કરવાના રહેશે. અરજદારો જરૂરી પરવાનગીની નકલ અથવા પુર્તતા રજુ કરવા જણાવેલી વિગતો ઘરબેઠા જોઈ પૂર્તતા કરી શકશે. તા.૧૭/૧૦/૨૦૨૦ના રોજ સાંજે ૬.૧૦ સુધી જ ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે. તા.૧૯મી ઓકટોમ્બરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજીના નિકાલની ઓનલાઈન કામગીરી સાતથી પંદર દિવસ સુધીમાં કરવામાં આવશે. અલગ-અલગ ધર્મના કિસ્સામાં સંબધિત કચેરીઓના અભિપ્રાય ઓનલાઈન મંગાવવામાં આવશે. અરજીની પૂર્તતા માટે સંબધિત મામલતદાર તથા પોલીસ કમિશનર, સબ રજીસ્ટ્રાર, સીટી સર્વે વિભાગ દ્વારા પણ ઓનલાઈન અરજીનો અભિપ્રાય આપશે જેથી અરજીનો ઝડપથી નિકાલ થશે. નોંધનીય છે કે, હાલ રોજની ૩૦ થી ૩૫ અરજીઓ ઓફલાઈન આવી રહી છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સૂરત)

IMG-20201015-WA0083.jpg

Right Click Disabled!