સંચાલક અને આચાર્ય સામે કાર્યવાહી કરવાની જિલ્લા શિક્ષણાધિકારી ચીમકી

સંચાલક અને આચાર્ય સામે કાર્યવાહી કરવાની જિલ્લા શિક્ષણાધિકારી ચીમકી
Spread the love

સુરત : કોરોનાના કારણે સ્કુલો બંધ હોવાથી કોઇ પણ શાળા સંચાલકો કોઇ પણ બહાના હેઠળ વિદ્યાર્થીઓને સ્કુલો બોલાવી શકશે નહીં. જો કોઇ શાળામાં વિદ્યાર્થીઓને બોલાવ્યા હોવાની માહિતી મળશે તો જે તે શાળા સંચાલક અને આચાર્ય સામે કાર્યવાહી કરવાની જિલ્લા શિક્ષણાધિકારીએ ચીમકી આપી હતી. સુરત શહેરમાં કોરોનાના કેસો વધતા જાય છે, બીજી બાજુ સ્કુલો બંધ હોવાથી શાળા સંચાલકો વિદ્યાર્થીઓને ઓનલાઇન ઘર બેઠા ભણાવી રહ્યા છે.

તેમ છતા પણ કેટલીક શાળાઓ છુપી રીતે વિદ્યાર્થીઓને સ્કુલે બોલાવી રહી હોવાની ફરિયાદો ઉઠી છે. આ ફરિયાદને લઇને જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ. રાજયગુરૃના જણાવ્યા મુજબ જે શાળાઓ વિદ્યાર્થીઓને કોઇ પણ બહાના હેઠળ સ્કુલે બોલાવશે તો તે શાળા સંચાલકો અને આચાર્યોની જવાબદારી રહેશે. અને તેમની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવાની રહેશે. તેમના જણાવ્યા મુજબ સુરત શહેરમાં જે ટયુશન કલાસીસના સંચાલકો વિદ્યાર્થીઓને કલાસ પણ બોલાવાઇ રહ્યા છે. તો તેમના માટે પાલિકા દ્વારા કાર્યવાહી થઇ રહી છે.

teacher-960x651.jpg

Right Click Disabled!