જૂનાગઢમાં જિલ્લાકક્ષાની મોબાઈલ ટુ સ્પોર્ટસ ચિત્ર સ્પર્ધા યોજાશે

Spread the love

જૂનાગઢ : હાલ યુવાનો મોબાઇલ ટેકનોલોજીનો વપરાશ ખૂબ કરી રહ્યા છે. આ ટેકનોલોજીનો ઉપયોગ હકારાત્મક દિશામાં થાય એ માટે રાજ્ય સરકાર દ્રારા મોબાઇલ ટુ સ્પોર્ટસ અભિયાનની પહેલ કરવામાં આવી છે. જે અન્વયે જૂનાગઢમાં જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધા તા.૭ નવેમ્બર ૨૦૨૦ સુધી યોજાશે. મુખ્યમંત્રીશ્રી દ્રારા ૧/૧૦/૨૦૨૦ ના રોજ રાજ્યના યુવાધનને યોગ તથા રમતગમત ક્ષેત્રે સશક્ત બનાવવાના હેતુથી મોબાઇલ ટેકનોલોજીના વપરાશનો સમન્વય કરવા મોબાઇલ ટૂ સ્પોર્ટસ ના અભિયાનની નવતર પહેલ કરી છે.

હાલના કોરોના (કોવિડ-૧૯) ની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબુક, વ્હોટસ એપ, ઇન્સ્ટાગ્રામ તથા વીડીયો ગેઇમ્સ જેવી પ્રવૃતિઓમાં સમય પસાર કરતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃતીઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરંરીયાત છે. યુવાધનનો શારીરીક અને માનસિક વિકાસ ઉતમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ-૨૦૨૦/૨૧ દરમિયાન MOBILE TO SPORTS ની નવી યોજના મંજુર કરેલ છે. આ યોજનાને મોબાઇલ ટુ સ્પોર્ટસ ફેસબુક પેજ યુ ટ્યુબ ચેનલ રેડિયો QUIZ ટેલિવીઝન તેમજ સોશિયલ મીડીયા સંબંધિત માધ્યમો દ્રારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડિયો/ વિડિયો ક્લીપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃતિઓ માટે આકર્ષિત કરવામાં આવશે.

આ હેતુ સુચારૂ રૂપે પાર પાડવા રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિસ્‍ઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીઓ દ્રારા સંયુક્ત રીતે મોબાઇલ ટુ સ્પોટર્સ કાર્યક્રમ અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં ૧૮ થી ૨૫ વર્ષના યુવાનો ભાગ લઇ શકશે. સ્પર્ધકે એ ફોર સાઇઝના ડ્રોઇંગ પેપર પર મોબાઇલ ટુ સ્પોર્ટસ વિષય પર પોતાની કૃતિ તૈયારી કરી તા. ૭/૧૧/૨૦૨૦ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં પોતાના જિલ્લામાં આવેલ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીએ મોકલવાની રહેશે.

રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ. ૧૦,૦૦૦/- દ્રીતીય વિજેતાને રૂ. ૭,૫૦૦/- તથા તૃતીય વિજેતાને રૂ. ૫,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને (પ્રત્યેકને) રૂ. ૨,૫૦૦/- મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે.આ અંગેની વધુ માહિતી મોબાઇલ ટુ સ્પોર્ટસ યોજના અંતર્ગત ફેસબુક પેજ https://www.facebook.com/mobile2sports તેમજ યુ ટ્યબ ચેનલની લીંક http://www.youtube.com/channel/UCzsjROvtHpN4rK ensUaz-q પરથી મળી શકશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

Right Click Disabled!