ડો. મૈયાણીને ગર્ભ પરીક્ષણના ગુનામાં 3 માસ કેદની સજા

ડો. મૈયાણીને ગર્ભ પરીક્ષણના ગુનામાં 3 માસ કેદની સજા
Spread the love

ભાવનગર વર્ષ ૨૦૦૮માં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરવાના કેસમાંડો.મૈયાણી સામે ગુનો નોંધાયો હતો. જે કેસમાં ભાવનગરની ચીફ જ્યુડી.ની કોર્ટે તબીબને કસૂરવાન ઠેરવી ત્રણ માસ કેદની સજા અને દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત સોગંદનામા મુજબના ફોર્મસ ગેરવલ્લે કરનાર આરોગ્ય શાખાના કર્મચારીની તપાસ કરી ખાતાકીય પગલા ભરવા હુકમ કરાયો છે. જાણવા મળ્યા મુજબ શહેરના ડાયમંડ ચોક વિસ્તારમાં આવેલ લતાબેન ગોલવાલકરની હોસ્પિટલમાં ગત તા.૨૮-૮ના રોજ સર ટી. હોસ્પિટલના તબીબી અધિક્ષક ચંદ્રભાનુ ત્રિપાઠીએ મુલાકાત લેતા રજીસ્ટર્ડ થયેલ સોનોગ્રાફી મશીન હોસ્પિટલમાં મળી ન આવ્યું હતું.

જે અંગે પૂછતાછ કરતા ડો.ધીરજલાલ ત્રિકમભાઈ મૈયાણી (મૈયાણી મેટરનીટી હોમ અને ફર્ટિલીટી ક્લિનિક, ‘અભિષેક’, માધવ કોમ્પલેક્ષ, નિલમબાગ) પોર્ટેબલ સોનોગ્રાફી મશીન લઈને તેમની હોસ્પિટલે સોનોગ્રાફી કરવા આવે છે. જે હકીકત જણાતા ડો.બિનયકુમાર રામલખનસિંહ (સબ ડિસ્ટ્રીક્ટ એપ્રોપ્રીએટ ઓથોરિટી અને બ્લોક હેલ્થ ઓફિસર-સર ટી.હોસ્પિટલ, ભાવનગર)એ ડો.ધીરજ મૈયાણી સામે પીએનડીટી રેગ્યુલેશન એન્ડ પ્રિવેન્શન ઓફ મિસયુઝ ૧૯૯૬ના નિયમ ૬ (ર), ૯ (૧), ૯ (૪) અને ૧૩ અન્વયે ફરિયાદ નોંધાવી હતી.

આ સમગ્ર કેસ ભાવનગરના ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ પી.આઈ. પ્રજાપિતની કોર્ટમાં ચાલી જતાં પી.પી. એસ.ડી. જાનીની દલીલો અને રજૂ થયેલા આધાર-પુરાવાને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ પી.આઈ. પ્રજાપતિએ ડો.મૈયાણીને દોષિત ઠેરવી ત્રણ-ત્રણ માસની સાદી કેદની સજા અને રૂા.૧૦-૧૦ હજારનો દંડ તેમજ દંડ નો ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં ફરજ બજાવતા કર્મચારીમાંથી આંક-૨૬૧ના સોગંદનામા મુજબના ફોર્મસ ગેરવલ્લે કરનાર કર્મચારીની તપાસ કરી તેની સામે ખાતાકીય કાર્યવાહી એપ્રોપ્રીએટ ઓથોરિટી-ભાવનગરને હુકમ કરવામાં આવ્યો છે.

doctor-4-960x640.jpg

Right Click Disabled!