ડભોઇ મહુડી ભાગોળ બહાર આવેલા સોનેશ્વર પાર્કમાં પીવાના પાણીની સમસ્યા લોકો ટેંકરનું પાણી પીવા મજબુર

ડભોઇ મહુડી ભાગોળ બહાર આવેલા સોનેશ્વર પાર્કમાં પીવાના પાણીની સમસ્યા લોકો ટેંકરનું પાણી પીવા મજબુર
Spread the love

ડભોઇ મહુડીભાગોળ બહાર આવેલ સોનેશ્વર પાર્ક સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી પાણીની સમસ્યા છે નગરમાં પાંચ પાંચ ટાંકીઓ આવેલી હોવા છતતા આ વિસ્તારના લોકોને નળમાં પાણી આવતા નથી. જો કે પાલીકા તંત્ર દ્વારા ટ્રેક્ટર પાણી ફાડવામાં આવી છે પણ ટ્રેક્ટર આવતા મહિલાઓને પીવાનું પાણી ભરવા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ વિસ્તારના લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પાણીના પ્રશ્નોનો નિકાલ આવતો નથીડભોઇ નગરના મહુડી ભાગોળ બહાર આવેલા સોનેશ્વર પાર્ક જોહરા પાર્ક સહિતના વિસ્તારોમાં 300 ઉપરાંત મકાનો માં લોકો રહે છે ત્યારે આ વિસ્તારને વોર્ડ નંબર 1 માં પાલીકામાં સમાવેશ કરવામાં પણ આવ્યો છે.

છેલ્લા ઘણા વર્ષો થી આ વિસ્તારમાં નળોમાં પાણી ન આવતા લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે નગર માં પીવાના પહોચાડવા માટે વિવિધ 5 જેટલી ટાંકીઓ આવેલી છે. જ્યારે નર્મદાના પાણી નગરના વિવિધ વિસ્તારો સુધી પહોચાડવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે પણ મહુડી ભાગોળ બહાર ના સોનેશ્વર પાર્ક જેવી બે થી ત્રણ સોસાયટીઓમાં પાણી પહોચતા ન હોય લોકો માં ભારો ભાર રોષની લાગણી પ્રવતી છે જ્યારે પાલીકા તંત્ર દ્વારા પીવાના અપાણીનું માત્ર એક ટાઈમ ટેન્કર મોકલવામાં આવે છે જેમાં પણ પૂરતું પાણી ન મડતા મહિલાઓ વચ્ચે પાણી લેવા પડા પડી અને ઝગડા થતાં હોય છે. પાલીકા તંત્ર વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તો ચુટની બહિસ્કાર કરવાને ચીમકી આ વિસ્તારના રહીશો દ્વારા ઉચ્ચારાઈ છે.

IMG-20201016-WA0024.jpg

Right Click Disabled!