જૂનાગઢ જિલ્લામાં 37 ધન્વંતરી રથ દ્વારા એક દિવસમાં 3813 લોકોને દવા સારવાર

જૂનાગઢ : કોરોનાના સંક્રમણને નાથવા આરોગ્યતંત્ર દ્વારા શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે જૂનાગઢ બહુમાળી સ્થિત વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીઓના ટેમ્પરેચર ચેક કરવા સાથે આરોગ્યની તપાસણી કરી દવા-સારવાર આપવામાં આવી હતી.
ધન્વંતરી રથ નંબર છ દ્વારા બહુમાળી ભવનના કર્મચારીઓને રોગ પ્રતિકારક શક્તિ વધારવા સમસમનીવટી આયુર્વેદિક દવા, હોમીયોપેથીક આર્સેનીક આલ્બમ સહિતની દવાઓ અને સારવાર આપવામાં આવી હતી. આર.બી.એસ. કે. ડો. ખ્યાતી ભાયાણી,ફાર્માસીસ્ટ ઉર્વિશા સાવલીયા,એ. એન. એમ. રીના રાઠોડ અને વોર્ડ એ. એસ. આઈ. ચેતન ભટ્ટ દ્વારા કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કરાયું હતું.
ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં ગઈ કાલે એકજ દિવસમાં ૩૭ ધન્વંતરી રથ દ્વારા ૩૮૧૩ લોકોના આરોગ્યની તપાસ કરી જરૂરીયાત મુજબ દવા સારવાર આપી આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લોકોને દવાખાના સુધી ન જવું પડે એટલે શહેર જિલ્લાના તમામ વિસ્તારોને આવરી લઈ ધન્વંતરી રથ દ્વારા કોરોના સામે લોકોને રક્ષણ આપવા આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ
