સાબરકાંઠા હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા દીકરીઓનું દુર્ગા પૂજન

સાબરકાંઠા હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા દીકરીઓનું દુર્ગા પૂજન
Spread the love
  • વધતા જતા લવજેહાદ – રેપ રોકવા માર્ગદર્શન આપ્યું.

હિંદુ ધર્મ માં પહેલે થી શક્તિ નું મહત્વ રહ્યું છે, હિન્દુ ધર્મ માં સ્ત્રીઓ ની શક્તિ સાથે સરખાવવામાં આવે છે, દરેક સ્ત્રીઓ જગદંબા નું સ્વરૂપ છે, હિન્દુ યુવા સંગઠન ભારત ના ઉત્તર ગુજરાત અધ્યક્ષ ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત ની અધ્યક્ષતા માં હિંમતનગર ગાયત્રી મંદિર ખાતે ૨૧ દીકરીઓ નું પૂજન કરવામાં આવ્યું, અને દીકરીઓ ને વધતા જતા રેપ અને લવ જેહાદ થી કેવી રીતે બચવું એ વિશે દીકરીઓ ને માર્ગદર્શન આપવામાં આવ્યું,

સદીઓ થી હિન્દુ ધર્મ ના લોકો સદીઓ થી નારી ને નારાયણી તરીકે પૂજતા આવ્યા છે, કુવારી દીકરીઓ ને તો સાક્ષાત્ બાળા બહુચર નું રૂપ માનવામાં આવે છે , ઘર ની વહુઓ ને ગૃહલક્ષ્મી ગણવામાં આવે છે, દીકરીઓ ને ઘર ની ખોડીયાર ગણવામાં આવે છે, જ્યારે એક સ્ત્રી ઘર સંસાર ની જવાબદારી ઉપાડે છે ત્યારે સાક્ષાત હજાર હાથવાળી જગદંબા સમી બની જાય છે.

અત્યાર ના આ યુગ માં ચાલી રહેલા દુષ્કૃત્યોમાં નારી ની ગરિમા ને ક્યાંકને ક્યાંક ઠેશ પહોંચે છે,. ત્યારે નારીનું મહત્વ ઉજાગર કરવા તથા માનવ સમાજ માં નારીના પવિત્ર મૂલ્યો ની ચમક દસેય દિશાઓ માં ફેલાવવા માટે નવરાત્રી ના આ પાવન દિવસોમાં ૯ દિવસ સાબરકાંઠા જિલ્લા ના વિવિધ સ્થળે હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા ની ટીમ દ્વારા કોરોના ને ધ્યાન માં રાખી દીકરીઓ નું દુર્ગા પૂજન રાખેલ છે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20201023-WA0108-2.jpg IMG-20201023-WA0098-1.jpg IMG-20201023-WA0106-0.jpg

Right Click Disabled!