ઇડર પોલીસે 2 આરોપીઓને ઝડપી ઢોર ચોરીના ત્રણ ગુન્હાનો ભેદ ઉકેલ્યો

ઇડર પોલીસે 2 આરોપીઓને ઝડપી ઢોર ચોરીના ત્રણ ગુન્હાનો ભેદ ઉકેલ્યો
Spread the love
  • ઢોર ચોરીના ત્રણ ગુન્હાઓનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ પશુઓ તથા ગુન્હામાં વપરાયેલ વાહન મુદ્દામાલ કી.રૂ.૨,૦૫,૦૦૦ તેમજ આરોપીઓ ને શોધી કાઢતી ઇડર પોલીસ

ગાંધીનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર તથા સાબરકાંઠા પોલીસ અધીક્ષક શ્રી નીરજકુમાર બડગુજર સાહેબ ,ની સુચના તથા ઇડર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એમ ચૌહાણ સાહેબના માર્ગદર્શન તથા પો.ઇન્સ .શ્રી જે.એ.રાઠવા સાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ શ્રી એન.એમ ચૈાધરી તથા પોલીસ સ્ટાફના માણસો દ્વારા ઇડર પો.સ્ટે વિસ્તારમાં રહેતા શકદાર ઇસમો (૧) આરોપી પ્રવિણભાઇ જેઠાભાઇ પટેલ રહે. રેવાસ તા-ઇડર (૨) ભુરજીભાઇ રામજીભાઇ નિનામા રહે. સીયાસણ તા-ઇડરનાને યુક્તિ પ્રયુક્તિ પુર્વક પુછપરછ કરતા તે ઇસમોએ ઇડર પોલીસ સ્ટેશન પાર્ટ એ- ગુ.ર.ન-૧૧૨૦૯૦૨૦૨૧૦૩૧૬/૨૦૨૧ના કામે વસઇ ગામના સીમામાં ભોલેશ્ર્વર મંદિર નજીક ભમ્મરીયા નામથી ઓળખાતા કુવાના તબેલા ઉપરથી ચોરી થયેલ પશુ(ગાય) કી.રૂ.૪૦,૦૦૦- તથા ઇડર પો.સ્ટે પાર્ટ- એ ગુ.ર.ન-૧૧૨૦૯૦૨૦૨૧૦૩૨૫/૨૦૨૧ ના કામે રેવાસ તા-ઇડર ખાતેથી ફરીયાદીના કુવા ઉપરથી ચોરી થયેલ પશુ (એક ભેંસ તથા ભેંસની પાડી) જીવ નંગ – ૨ કી.રૂ.૩૫,૦૦૦ તથા ભિલોડા પો.સ્ટે પાર્ટ એ – ગુ.ર.ન-૧૧૧૮૮૦૦૩૨૧૦૦૬૯/૨૧ ના કામે મલાસા તા-ભિલોડા ખાતેથી ચોરી થયેલ પશુ(ગાય) કી.રૂ.૩૦,૦૦૦ ની ચોરી કરેલાનુ જણાવતા તે બંને ઇસમોને ઇડર પો.સ્ટે ખાતે ડીટેઇન કરી ઉપરોક્ત ગુન્હાઓમાં આરોપીઓ વાપરેલ વાહન છોટા હાથી રજી નં- GJ AV 1686 કી.રૂ.૧,૦૦,૦૦૦ નુ તપાસ અર્થે કબજે કરી. ચોરીમાં ગયેલ તથા વપરાયલ વાહન એમ તમામ કી.રૂ.૨,૦૫,૦૦૦ નો મુદ્દામાલ રીકવર કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.

કામગીરી કરનાર અધિકારી /કર્મચારી
(૧) શ્રી એન.એમ.ચૈાધરી પોલીસ સબ ઈન્સપેક્ટર
(૨) એ.એસ.આઇ ચાંપાભાઇ લાખાભાઇ બ.ન-૦૪૨
(૩) અહેકો વિક્રમકુમારમગનભાઇ બ.ન-૫૪
(૪)અહેકો મહેશકુમાર કરશનભાઇ બ.ન-૪૨૫
(૫)અ.પોકો જસવંતભાઇ શામળભાઇ બ.ન-૧૦૭
(૬) અ.પોકો જીજ્ઞેશકુમાર મનુભાઇ બ.ન- ૫૭
(૬) અ.લોર સાગરકુમાર બુધાભાઇ બ.નં- ૦૭૦૨
(૭) અ.લો.ર સુરેશસિહ જગતસિહ બ.ન- ૦૬૦૦
(૮) અ.લો.ર પુષ્પરાજસિહ હરેન્દ્રસિહ બ.ન-૦૩૩

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20210225-WA0264.jpg

Right Click Disabled!