શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને બેસ્ટ MLAનો અવૉર્ડ

ગાંધીનગર1990થી અત્યારસુધી મંત્રીમંડળમાં રહી ચૂકેલા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કૃષિ, કાયદો અને શિક્ષણ વિભાગમાં મંત્રીપદ સંભાળ્યું છે.2020 માટે ભૂપેન્દ્રસિંહ અને 2019ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે મોહનસિંહને દોઢ કિલો ચાંદી સાથે સન્માનિત કરાયા ગુજરાત વિધાનસભાએ 2019 અને 2020ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેના અવૉર્ડની યોજના જાહેર કરી હતી, જેના ભાગરૂપે આજે વિધાનસભામાં 2019ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે મોહનસિંહ રાઠવા અને 2020ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે વિવાદાસ્પદ તરીકે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની પસદંગી કરી હોવાની જાહેરાત આજે વિધાનસભાગૃહમાં અધ્યક્ષે કરી હતી. આ બન્ને શ્રેષ્ઠ ધારાસભ્યોને 1.5 kg ચાંદીની વિધાનસભાની પ્રતિકૃતિ સન્માન રૂપે આપવામાં આવી હતી.
ધારાસભ્યપદની ચૂંટણીના વિવાદના મુદ્દે સુપ્રીમકોર્ટ સુધી લડત ચાલી રહી છે, જેમાં હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહનું ધારાસભ્યપદ રદ કર્યું હતું, જ્યારે સુપ્રીમકોર્ટમાં હાલ સ્ટે છે.શિક્ષણમંત્રી તરીકે અનેક વિવાદમાં અટવાયા છે ભૂપેન્દ્રસિંહ ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ બી.એ., એલ.એલ.બી. અને બી.એડ.નો અભ્યાસ કર્યો છે. હાલમાં ભૂપેન્દ્રસિંહ ગુજરાતના મંત્રીમંડળના સૌથી વધુ ભણેલા મંત્રી છે. તેઓ 1998થી 2002 સુધી નર્મદા નિગમના ચેરમેન રહ્યા હતા, 1990થી અત્યારસુધી મંત્રીમંડળમાં રહી ચૂકેલા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કૃષિ, કાયદો અને શિક્ષણ વિભાગમાં મંત્રીપદ સંભાળ્યું છે.
2017ની ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા માત્ર 327 મતે ધોળકા બેઠક પરથી જીત્યા હતા, પરંતુ વિપક્ષના ઉમેદવારે આ મામલે હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન કરી હતી ગુજરાત હાઈકોર્ટે વિડિયો-કોન્ફરન્સિંગથી ચુકાદો આપ્યો હતો, જે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની વિરુદ્ધમાં હતો. ધોળકા બેઠકની ચૂંટણી રદ કરવામાં આવી હતી. હાઇકોર્ટના નિર્ણય સામે રાજ્યના શિક્ષણ અને કાયદામંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સુપ્રીમકોર્ટમાં અરજી ફાઇલ કરી છે, જેમાં 15 એપ્રિલે સુનાવણી હાથ ધરાઈ હતી અને હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમકોર્ટમાંથી સ્ટે આપવામાં આવ્યો છે. મોહનસિંહ રાઠવાએ ગુજરાતમાં સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
10 વખત ધારાસભ્ય બનવાનો મોહનસિંહ રાઠવાનો રેકોર્ડ
અમદાવાદ: ગુજરાતના આદિવાસી વિસ્તારના નાનકડા ગામમાંથી 10 વખત ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા મોહનસિંહ રાઠવાએ ગુજરાતમાં સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. મોહનસિંહ ૧૯૭૨થી ગુજરાત વિધાનસભાના સભ્ય છે અને ૩ વખત મંત્રી પણ રહી ચૂક્યા છે અને કોંગ્રેસમાં હાલ સૌથી સિનિયર નેતા છે. ગુજરાતમાં અશોક ભટ્ટ, નારાયણભાઈ પટેલ, વજુભાઈ વાળા જેવા દિગ્ગજ નેતાઓ વધુ વખત ચૂંટણી જીત્યા છે અને મોખરે પણ રહ્યા છે છતા સૌથી વધુ વખત વિધાનસભાની ચૂંટણી જીતવાનો રેકોર્ડ કોંગ્રેસના આદિવાસી નેતા અને છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના નામે છે.
