જામનગરમાં અકસ્માત ટ્રેન અડફેટે વૃદ્ધનું મોત

Spread the love

જામનગર સમર્પણ સર્કલ નજીક સૈનિક ભવન પાસે રેલવે ટ્રેક ક્રોસ કરવા જતાં અકસ્માતે ટ્રેન હડફેટે આવી જતા વૃદ્ધનું મૃત્યુ નિપજયું હતું. જામનગરમાં સૈનિક ભવન સામે રેલ્વે ફાટક પાસે સોમવારે સવારે નિરૂભા ચંદુભા ઝાલા (ઉ.વ.૭૫) નામના વૃદ્ધ રેલ્વેના પાટા ક્રોસ કરવા જતાં અકસ્માત ટ્રેન હડફેટે આવી જતા શરીરે ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જામનગર વકીલ મંડળના ઉપપ્રમુખ એડવોકેટ જયેન્દ્રસિંહ ઝાલાનાં પિતા હતા. બનાવના પગલે જામનગર બાર એસોસીએશનનાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

– રોહિત મેરાણી (જામનગર)

Right Click Disabled!