ચૂંટણીનો મહાસટ્ટો : શું પંજાબનું થશે પુનરાવર્તન…?

ચૂંટણીનો મહાસટ્ટો : શું પંજાબનું થશે પુનરાવર્તન…?
Spread the love

અમદાવાદ સહિત રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આગામી રવિવારે મતદાન યોજાનાર છે. મતદાનના છ દિવસ પહેલાં સટ્ટા બજારે વરતારો જાહેર કરીને સટ્ટાબૂકીંગ શરુ કર્યું છે. રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે છ મહાનગરપાલિકાની કુલ ૫૭૬ બેઠકમાંથી ૪૨૫ બેઠક ઉપર ભાજપ જીતશે તેવા ભાવ સટ્ટાબજારે કાઢ્યા છે. છેલ્લી ટર્મ પૂરી થઈ ત્યારે ભાજપના કુલ ૩૪૩ કોર્પોરેટર હતાં અને વર્તમાન માહોલમાં તેમાં વધારો દર્શાવાયો છે. આવા આંકડાકીય ગણિતને ધ્યાને લઈને અમુક બૂકીઓ માની છે કે, ખેલીઓને ખંખેરી લેવાના ભાવ સટ્ટાબજારમાં કાઢવામાં આવ્યાં છે.

સ્થાનિક ચૂંટણીઓમાં બહુ મોટો સટ્ટો રમાતો નસ્થાનિક ચૂંટણીઓમાં બહુ મોટો સટ્ટો રમાતો નથી તેમ છતા ૧૦૦થી ૧૫૦ કરોડનો સટ્ટો બૂક થાય તેવી ધારણા છે.
ઉલ્લેખનિય છે કે, રાજકોટનો નામચીન બૂકી ક્રિકેટ સહિતની સટ્ટાબજાર ઉપર પક્કડ ધરાવે છે. આ બૂકીએ ખેલીઓને ખંખેરી લેવાય તેવા સેશનના સટ્ટાના ભાવ કાઢ્યા છે. સેશનના સટ્ટામાં બૂકીએ જાહેર કરેલી સીટ ભાજપ નહીં જીતે અથવા જીતશે તેના ઉપર સટ્ટો નોંધાય છે. એક લાખ રુપિયા બૂક કરાય અને ખેલી જીતે તો વધારાના એક લાખ રુપિયા જીતે અને હારે તો એક લાખ મુકી દેવા પડે છે.એક લાખ રુપિયા જીતે અને હારે તો એક લાખ મુકી દેવા પડેકોરોનાના ડર વચ્ચે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આવતા રવિવારે છ મહાનગરપાલિકાઓ માટે મતદાન થવાનું છે.

ચૂંટણી જાહેર થઈ ત્યારે રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હતું. ચૂંટણી જાહેર થઈ અને છેલ્લી ટર્મ પૂર્ણ થઈ ત્યારે છ મહાનગરપાલિકામાં ભાજપના કુલ ૩૪૩ કોર્પોરેટર હતાં. મતદાનના છ દિવસ અગાઉ બુકીબજારે ચૂંટણી સટ્ટાના ભાવ જાહેર કર્યાં છે. બુકીબજારના અનુમાન મુજબ છ મહા નગર પાલિકા ની કુલ ૫૭૬ બેઠકમાંથી ૪૨૫ બેઠક ભાજપ જીતી શકે છે. બુકીબજારે ફરી વખત છ મહાનગરપાલિકામાં ભાજપની જીત થશે તેવી ધારણા ઉપરાંત બેઠકો વધશે તેવા અંદાજ સાથેના ભાવ કાઢ્યા છે.

મહાનગરપાલિકામાં ભાજપની જીત થશે તેવી ધારણાઅમદાવાદ મહાનગરપાલિકામાં ૧૪૩ કોર્પોરેટર હતાં તે વધીને ૧૫૩થી ૧૫૬, સુરતમાં ૮૦થી વધી ૮૬થી ૮૯, વડોદરામાં ૫૭ હતાં તેની સામે ૬૦-૬૨, રાજકોટમાં ૪૦ સામે ૫૧-૫૩, જામનગરમાં ૩૮ સામે ૪૨થી ૪૪ અને ભાવનગરમાં ૩૪ સામે ૩૪થી ૩૭ બેઠકો ભાજપ જીતશે તેવા અનુમાન સાથે સટ્ટો બુક કરવામાં આવી રહ્યો છે. બુકી બજાર સેશન પદ્ધતિથી છ મહાનગરપાલિકાનો સટ્ટો રમાડવા માટે તત્પર બની છે. સેશન પદ્ધતિ મુજબ અમદાવાદમાં ભાજપ ૧૫૩ સીટ નહીં જીતે અથવા જીતશે તેમ કહી કોઈ વ્યક્તિ એક લાખ રુપિયાનો સટ્ટો બૂક કરાવે અને પૈસા જમા કરાવે છે. આ ધારણા સાચી પડે તો બુકી બજાર એક લાખ સામે બે લાખ રુપિયા આપે છે.

તો, બુકીબજારની ધારણા અનુસાન ભાજપ મહત્તમ ૧૫૬ સીટ જીતશે કે નહીં જીતે તેના પર લગાવેલા ૧ લાખનું અનુમાન સાચું ન પડે તો પૈસા ગુમાવવા પડે છે. જો અનુમાન સાચું પડે તો બમણાં નાણાં ખેલીને મળે છે. બુકી બજારના સૂત્રો કહે છે કે, વિધાનસભાની ચૂંટણીમાં મહત્તમ સટ્ટો રમાય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓછો સટ્ટો રમાય છે અને ૧૦૦થી ૧૫૦ કરોડનો સટ્ટો બુક થવાની ધારણા સાથે સટ્ટાબજારમાં ભાજપના મહાનગરપાલિકા માટેના ભાવ જાહેર કરાયાં છે. કોંગ્રેસ માટે હજુ ભાવ જાહેર થયાં નથી.ભાજપના મહાનગરપાલિકા માટેના ભાવ જાહેર કરાયાં છે. કોંગ્રેસ માટે હજુ ભાવ જાહેર થયાં નથી આમ આદમી પાર્ટી ખાતું ખોલાવશે તેવી ધારણા બુકી બજાર વ્યક્ત કરે છે. બુકી બજાર જે-તે મહાપાલિકાની કુલ બેઠક પર સટ્ટો રમાડે છે.

સ્થાનિક કક્ષાએ વોર્ડદીઠ પેનલમાં કોણ મહત્તમ મત મેળવશે, મતદાન ઘટશે કે વધશે? કેટલી લીડ મળશે? તેવા સ્થાનિક કક્ષાના સટ્ટા રમાશે. ડબ્બા તરીકે રમાતા સ્થાનિક કાર્યકરો વચ્ચેના સટ્ટામાં ૧૦૦થી માંડી ૧૦૦૦૦ રુપિયા સુધીની શરતો લાગતી હોય છે.બુકી બજારના સૂત્રોનું કહેવું છે કે, સ્થાનિક ચૂંટણીમાં ભાજપ તરફી સટ્ટાના ભાવ રાજકોટના નામચીન બૂકીએ જાહેર કર્યાં છે. આંતરરાષ્ટ્રીય સ્તરના બની ચૂકેલાં બુકીએ સેશનના ચૂંટણી સટ્ટાના ભાવ એવી રીતે કાઢ્યા છે કે, કરોડો રુપિયાની કમાણી આ બૂકી જ કરી જાય.

ખેલીને ખંખેરી લેવાના ભાવ હોવાનું માનવા પાછળ અમુક બૂકી છેલ્લી ટર્મમાં ભાજપની બેઠકો, વર્તમાન સ્થિતિ અને જનઆક્રોશ સહિતની ગણતરીઓ કરીને મોટા ગજાનાંમ બૂકીએ કરોડો કમાવાનો ખેલ શરુ કર્યાની ચર્ચા છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સટ્ટાબજાર મહદ્દઅંશે સત્યથી દૂર જ રહે છે. આમ છતાં, સટ્ટો રમવાની માનસિકતા ધરાવતા લોકો દાવ લગાવે અને કરોડો કમાઈ લેવાનો ખેલ સફળ બનાવવા બૂકી સક્રિય થયો છે. જો કે, બુકી બજાર એમપણ કહે છે કે, આ પ્રકારે ભાવ જાહેર કરતાં પહેલાં અન્ડરકરંટ સહિતના મુદ્દા ધ્યાને લેવામાં આવે છે. કદાચિત, બુકીબજાર સાચી પડે અને ભાજપની બેઠકો વધે તેવું બની પણ શકે છે. પણ, સેશનના સટ્ટામાં ચાર બેઠકના ગાળા વચ્ચે લગાવાતા રુપિયા કમાણી કરવા કરતાં ગુમાવવાના વધુ થાય છે.

સટ્ટા બજારમાં એક સનાતન કહેવત છે, હાર્યો જુગારી બમણું રમે.કોંગ્રેસ-આપના ભાવ ખોલાયા નથીબૂકી બજારે રાજ્યની છ મહાનગરપાલિકામાં ભાજપની જીત દર્શાવતા ભાવ કાઢ્યા છે. વર્તમાન સ્થિતિએ હાર કે જીત લગાવવા માટે જે આંકડા જાહેર કરાયાં છે તેમાં સામાન્ય ફેરફાર શક્ય છે. મતદાન પછી અને પરિણામ પહેલાં સટ્ટાના આ આંકડામાં ઉછાળો આવી શકે છે. બુકી બજારમાં હજુ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના ભાવ ખોલાયા નથી. બૂકી બજાર માને છે કે, આમ આદમી પાર્ટી ખાતું ખોલશે. ભાજપની છ મહાનગરપાલિકા અંગે બુકીબજારે સટ્ટો રમાડવા વ્યક્ત કરેલી સંભાવના આ મુજબ છે. સાથે જ, છ મહાનગરપાલિકામાં છેલ્લી ટર્મમાં સત્તાસ્થાને હતું અને ચૂંટણી જાહેર થઈ ત્યારે કેટલા કોર્પોરેટરો હતાં તે આંકડો પણ સરખામણી માટે સૂચક છે.

BJP-CONGRESS1-1-1024x683.jpg

Right Click Disabled!