અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની 23 મીએ ચૂંટણી યોજાશે

અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની 23 મીએ ચૂંટણી યોજાશે
Spread the love

આણંદ : ધ ટેસ્ટ ઓફ ઈન્ડિયાના નામથી વિશ્વ પ્રસિધ્ધ આણંદની અમૂલ ડેરીના ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી અંગેનો મુદ્દો છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહ્યો છે ત્યારે આગામી તા.૨૩ ઓક્ટોબરના રોજ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં અમૂલના ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી યોજવાનું જાહેરનામું બહાર પાડવામાં આવતા સહકારી ક્ષેત્રમાં હલચલ મચી જવા પામી છે. ગત તા.૨૯ સપ્ટેમ્બરના રોજ અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ સમર્થિત ત્રણ ટેકેદારો જ્યારે છ બેઠકો ઉપર કોંગ્રેસના ટેકેદારો ચૂંટાયા હતા. જો કે બાદમાં અમૂલના ચેરમેન તથા વાઈસચેરમેનની ચૂંટણીનો મુદ્દો ભારે ગરમાયો હતો અને હાઈકોર્ટમાં દાદ પણ માંગવામાં આવી હતી. જો કે તાજેતરમાં આ અંગે ગ્રીન સીગ્નલ મળતા અમૂલના ચેરમેન-વાઈસચેરમેનની ચૂંટણી આગામી તા.૨૩ ઓક્ટોબરના રોજ સવારના ૧૧-૦૦ કલાકે યોજવા અંગે વિધિવત જાહેરનામુ બહાર પડાયું છે.

ચૂંટણીનું જાહેરનામું બહાર પડતા જ ડીરેક્ટરોમાં દોડધામ મચી જવા પામી છે. અમૂલના ચેરમેન-વાઈસચેરમેનની ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિધ્ધ થાય તે પૂર્વે ત્રણ સરકારી પ્રતિનિધિઓ નીમવાનો પ્રસ્તાવ થતા અમૂલના નવા-જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જો કે સરકાર દ્વારા ત્રણ પ્રતિનિધિઓ નીમવાના મુદ્દાને લઈ કેટલાક ડીરેક્ટરો દ્વારા આ મુદ્દા સામે કાયદેસરનો જંગ લડવાની તૈયારીઓ કરાઈ હોવાના અહેવાલ સાંપડયા છે. અમૂલમાં સતાના સમીકરણો બદલાવાના ભણકારા અમૂલના નિયામક મંડળની ચૂંટણીમાં કુલ ૧૩ બેઠકો પૈકી કોંગ્રેસ સમર્થિત ડીરેક્ટરોએ બહુમતી મેળવી હતી. જ્યારે ભાજપ સમર્થિત ચાર ડીરેક્ટરોની જીત થઈ હતી. આ પરિસ્થિતિ વચ્ચે સરકાર દ્વારા ત્રણ સરકારી પ્રતિનિધિઓની નિમણૂંકને લઈ ચેરમેન-વાઈસચેરમેનપદ માટે કોકડુ ગુંચવાયું હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. સરકારી પ્રતિનિધિઓની નિમણૂંકને લઈ અમૂલની સત્તાના સમીકરણો બદલાવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

photo_1602866477092.jpg

Right Click Disabled!