જામનગર પોશ વિસ્તારમાં વીજ ધાંધિયાએ હદ વટાવી

જામનગર પોશ વિસ્તારમાં વીજ ધાંધિયાએ હદ વટાવી
Spread the love
  • પટેલ કોલોની, પંચવટી, ગાંધીનગર સહિતના વિસ્તારમાં દિવસમાં છાશવારે આડેધડ વીજ કાપ ઝીંકાતા રોષ
  • પીજીવીસીએલની ઘોર બેદરકારીનો ભોગ બનતા રહેવાસીઓ

જામનગર પોશ ગણાતા પટેલ કોલોની, પંચવટી, ગાંધીનગર સહીતના વિસ્તારોમાં આડેધડ વીજકાપ થી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ વિસ્તારોમાં વીજ ધાંધિયાએ માઝા મૂકે છે છતાં પીજીવીસીએલ ઘોર બેદરકારી દાખવતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જામનગરમાં ગરમીના દોર વચ્ચે વીજ ધાંધિયાએ હદ વટાવી છે. ખાસ કરીને શહેરના પટેલ કોલોની, પંચવટી, ગાંધીનગર, મોમાઇનગર સહીતના વિસ્તારમાં છાશવારે દિવસમાં આડેધડ વીજકાપથી રહેવાસીઓ ત્રસ્ત બન્યા છે.

શુક્રવારે પણ વીજ ટ્રાન્સફોર્મરમાં સમસ્યાથી આ વિસ્તારમાં રાત્રીના દોઢેક કલાક વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. જેના કારણે રહેવાસીઓમાં ભારે દેકારો બોલી ગયો હતો. દર વર્ષે ચોમાસા પૂર્વે વીજકંપની દ્વારા લાખો રૂપિયાના ખર્ચે સમારકામની કામગીરી કરવામાં આવે છે. આમ છતાં વીજ લાઇન અને ટ્રાન્સફોર્મરમાં ક્ષતિ સર્જાતાં વીજ કંપનીની કામગીરી સામે શંકા અને સવાલ ઉઠયા છે. આ વિસ્તારોમાં વીજ ધાંધિયાએ માઝા મૂકી હોવા છતાં પીજીવીસીએલ બેદરકારી દાખવતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે.

– રોહિત મેરાણી (જામનગર)

Electric-2.jpg

Right Click Disabled!