પ્રાંતિજના નનાનપુર ગામે ઉમિયા માતાજીની પ્રથમ ફોટો મંદિરની સ્થાપના

પ્રાંતિજના નનાનપુર ગામે ઉમિયા માતાજીની પ્રથમ ફોટો મંદિરની સ્થાપના
Spread the love

સાબરકાંઠામાં વસતા કડવા પાટીદારોની કુળદેવી ઉમિયા માતાજીના ગામે ગામ મંદિર બનાવવાના સંકલ્પ બાદ પ્રથમ ફોટો મંદિર પ્રાંતિજ તાલુકાના નનાનપુર ખાતે સ્થાપવામાં આવ્યું.નનાનપુર ખાતે વિજન 2030 અંતર્ગત પ્રથમ ફોટો મંદિરની સ્થાપના હર્ષોલ્લાસ સાથે ભવ્ય કાર્યક્રમ યોજી કરવામાં આવ્યું. આ ઉમિયા ફોટો મંદિર વિશ્વનું પ્રથમ નનાનપુર ગામના લોકો દ્વારા બનાવાયું છે આજના ફોટો મંદિર સ્થાપનાના પ્રારંભે ગામમાં ઉમિયા માં ના ફોટા સાથે શોભાયાત્રા યોજી ગામની બહેનો જવારા સાથે ખુલ્લી જીપમાં ઉંજા ના તથા ગામ ના આગેવાનો દ્વારા શોભાયાત્રા સાથે ગામના ફોટો સ્થળે પૂજારીઓના મંત્રોચાર સાથે ઉમિયા ભક્તો ની હાજરી માં ફોટો મંદિરની સ્થાપન કરવામાં આવી.

આજના ફોટો મંદિર સ્થપના સમયે ઉજાથી પધારેલ મણિભાઈ મમીની સાથે મંત્રી દિલીપ ભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ મહિલા આગેવાન અને મા દીકરી સંમેલન ના પ્રણેતા ડો.જાગૃતિ બેન પટેલ ની સાથે મિતા બેન અમદાવાદ પ્રેમીલાબેન પટેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના અગ્રણી ઉર્વેશ ભાઈ પટેલ ની સાથે ગાયક સાગર પટેલ ની સાથે સાબરકાંઠા ઉમિયા ટિમ ના આગેવાન વડાલી સમાજ ના પ્રમુખ જ્યંતી ભાઈ પટેલ , રમેશ પટેલ અને પી.ડી.પટેલ અને અતુલ પટેલ વડાલી થી હાજર રહ્યા હતા જ્યારે ફોટો મંદિર માટે સખત મહેનત અને પ્રયત્ન કરનાર કે.સી.પટેલ.સંજયભાઈ પટેલ સહિત પાટીદાર સંસ્થાઓના વડાઓ, ટ્રસ્ટીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : કિરણ ખાંટ (સાબરકાંઠા)

IMG-20210121-WA0049.jpg

Right Click Disabled!