ભલે તુ જામીન પર છૂટયો પણ હવે તને પતાવી દઈશ

ભલે તુ જામીન પર છૂટયો પણ હવે તને પતાવી દઈશ
Spread the love

જામનગર રોડ પરનાં મનહરપુર – ૧ માં રહેતા અને મર્ડર કેસમાં જામીન પર છૂટેલા આનંદ ખેંગાર જરૂ પર આઠ આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી, ગડદાપાટુનો બેફામ માર મારી, પાઈપ વડે હુમલો કર્યાની ગાંધીગ્રામ-૨ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે એક સગીર સહિત તમામ આઠ આરોપીઓની ધરપકડ કરી હતી.રિક્ષા ચલાવતાં આનંદે પોલીસને કહ્યું કે, ૨૦૧૯-ની સાલમાં મનહરપુર-૧માં ભુપત સોમાભાઈ જાખેલીયાની હત્યા થઈ હતી. જેમાં તેના સહિત કુલ દસ આરોપીઓની ધરપકડ થઈ હતી.

આ ગુનામાં સાડા દસ મહિના જેલમાં રહી ચારેક માસ પહેલા જ તે જામીન પર છૂટયો હતો. બપોરે રિક્ષા લઈ ઘરે જમવા જતો હતો ત્યારે મનહરપુર૧માં જ કાળા કલરની સ્કોર્પિયોમાં ધસી આવેલા આરોપી પ્રવિણ રણછોડ બોહકીયા તેની પત્ની પ્રભા અને પુત્રી પ્રિયાએ તેને કહ્યું કે ભૂપતભાઈનાં મર્ડરમાં ભલે તને કોર્ટે જામીન આપ્યા હોય પરંતુ તને ગામમાં રહેવા દેવો નથી તને મારી નાખવો છે તેમ કહી તેને ગાળો ભાંડી, ગડદાપાટુનો બેફામ માર મારવાનું શરૂ કર્યુ હતું.

થોડીવાર પછી આરોપી પ્રવિણે પોતાનાં પુત્ર રાણાને કોલ કરતા તે એક્ટિવા પર ધસી આવ્યો હતો અને પાઈપ વડે તૂટી પડયો હતો. આ દરમ્યાન ગામમાં રહેતાં અન્ય આરોપીઓ કિશોર ચના કોળી, નવઘણ શૈલેષ કોળી વિજય દિનેશ કોળીએ પણ આવી તેને ગાળો ભાંડી, તને જાનથી મારી નાખવો છે તેમ કહી આડેધડ ગડદાપાટુનો માર માર્યો હતો. તેનાં મોટા ભાઈ અશ્વિનભાઈ આવી જતા તેને છોડી આરોપીઓ જતાં રહ્યા હતા

download.jpg

Right Click Disabled!